ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝુલન ગોસ્વામી 200 ODI રમનારી વિશ્વની બીજી ખેલાડી બની

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2022ની 18મી મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. ઝુલનની આ 200મી ODI મેચ છે અને તે મિતાલી રાજ પછી 200 ODI રમનારી વિશ્વની બીજી ખેલાડી બની ગઈ છે. મિતાલી ઓસ્ટ્રેલિયા સામે તેની ODI કારકિર્દીની 230મી મેચ રમી રહી છે.મહિલà
02:25 AM Mar 19, 2022 IST | Vipul Pandya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2022ની 18મી મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. 
ઝુલનની આ 200મી ODI મેચ છે અને તે મિતાલી રાજ પછી 200 ODI રમનારી વિશ્વની બીજી ખેલાડી બની ગઈ છે. મિતાલી ઓસ્ટ્રેલિયા સામે તેની ODI કારકિર્દીની 230મી મેચ રમી રહી છે.
મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ
મિતાલી રાજ (ભારત) - 230*
ઝુલન ગોસ્વામી (ભારત) - 200*
સીએમ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) - 191
એમ ડુ પ્રેઝો (દક્ષિણ આફ્રિકા) - 150
એજે બ્લેકવેલ (ઓસ્ટ્રેલિયા) - 144
ઝુલન ગોસ્વામી, જે ચકડા એક્સપ્રેસ તરીકે જાણીતી છે, તેની ODI કારકીર્દી શાનદાર રહી છે. તે આ ફોર્મેટમાં 250 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જ્યારે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. આ મુકાબલાની વાત કરીએ તો ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. દીપ્તિ શર્માની જગ્યાએ મિતાલી રાજે શેફાલી વર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. વળી, ડાર્સી બ્રાઉન ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફરી છે, તે એનાબેલ સધરલેન્ડની જગ્યાએ રમશે.

ઈન્ડિયા મહિલા(પ્લેઈંગ ઈલેવન): 
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ (c), હરમનપ્રીત કૌર, સ્નેહ રાણા, રિચા ઘોષ (wk), પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
ઓસ્ટ્રેલિયા મહિલા(પ્લેઇંગ ઇલેવન): 
એલિસા હીલી (wk), રશેલ હેન્સ, મેગ લેનિંગ (c), એલિસે પેરી, બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એશ્લે ગાર્ડનર, જેસ જોનાસેન, અલાના કિંગ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન
Tags :
200ODIBowlerCricketGujaratFirstJhulanGoswamiSportswomensworldcup
Next Article