Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'જિંદગી હસીન હૈ..' હા પરવીન, ખરેખર તમે હસીન કાઠિયાવાડી જીવન જીવ્યા હતા !

કાઠિયાવાડી અને ગુજરાતી અભિનેત્રી પરવીન બાબીની આજે જન્મજયંતિ છે. પરવીન મોહમ્મદ અલીનો જન્મ 4 એપ્રિલ 1949માં જૂનાગઢમાં થયો હતો. પરવીનનો જન્મ એક સમૃદ્ધ અને કુલીન પઠાણી પરિવારમાં થયો હતો કારણ કે તેના પિતા વલી મોહમ્મદ ખાન બાબી જૂનાગઢ રાજ્યના નવાબ સાથે વહીવટકર્તા હતા. એક અત્યંત ફેશનેબલ, સુંદર અને બહિર્મુખ છોકરી, પરવીને તેના પ્રારંભિક શાળાકીય શિક્ષણ માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ, અમદાવાદમાંà
 જિંદગી હસીન હૈ    હા પરવીન  ખરેખર તમે હસીન કાઠિયાવાડી જીવન જીવ્યા હતા
કાઠિયાવાડી અને ગુજરાતી અભિનેત્રી પરવીન બાબીની આજે જન્મજયંતિ છે. પરવીન મોહમ્મદ અલીનો જન્મ 4 એપ્રિલ 1949માં જૂનાગઢમાં થયો હતો. પરવીનનો જન્મ એક સમૃદ્ધ અને કુલીન પઠાણી પરિવારમાં થયો હતો કારણ કે તેના પિતા વલી મોહમ્મદ ખાન બાબી જૂનાગઢ રાજ્યના નવાબ સાથે વહીવટકર્તા હતા. એક અત્યંત ફેશનેબલ, સુંદર અને બહિર્મુખ છોકરી, પરવીને તેના પ્રારંભિક શાળાકીય શિક્ષણ માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ, અમદાવાદમાંથી મેળવ્યું હતું અને બાદમાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પૂરું કર્યુ હતું. જ્યાં તેણે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી મેળવી હતી.
પરવીન બાબી ની મોડેલિંગ કારકિર્દી 1972 માં શરૂ થઈ હતી અને ત્યારબાદ ક્રિકેટર સલીમ દુર્રાનીની સામે ફિલ્મ ચરિત્ર (1973) સાથે બોલિવૂડમાં તેની અભિનય કારકિર્દી શરૂ થઈ હતી. બાબીનું વ્યક્તિત્વ પશ્ચિમી સ્ટાઇનું હોવાથી, બોલીવુડના નિર્માતાઓ માટે તેને ત્યારની લાક્ષણિક ભારતીય નારી અને ગાંવ કી ગોરી ભૂમિકાઓ આપવી મુશ્કેલ હતી. તેથી જ તેમણે મુખ્યત્વે પશ્ચિમી અને ગ્લેમરસ ભૂમિકા ભજવી હતી જેને તેને ટોચની નાયિકા તરીકે સ્થિતિ સ્થાપિત કરી હતી. તે યુગની ઘણી વ્યાપક રીતે સફળ ફિલ્મોમાં જોવા મળી હતી અને તેના મુખ્ય સહ કલાકાર અમિતાભ બચ્ચન, શશી કપૂર, ફિરોઝ ખાન, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના હતા, જે તમામ 1970 અને 1980ના દાયકાની અગ્રણી સ્ટાર હતા. અભિનય ઉપરાંત, બાબીએ તેની કારકિર્દીમાં એક મોડેલ તરીકે પણ કામ કર્યું હતું. તે સામાન્ય રીતે ફિલ્મફેર, ધ સ્ટારડસ્ટ અને બોમ્બે ડાઈંગ સહિત દરેક ફિલ્મ મેગેઝિનના પહેલા પાના પર દેખાતી હતી. તે જુલાઈ 1976માં ટાઈમ અમેરિકન મેગેઝિનના કવર પેજ પર દેખાતી પ્રથમ બોલીવુડ અભિનેત્રી પણ હતી, જેના માટે તેણે ઈતિહાસ રચ્યો હતો; ત્યારથી ટાઈમનું કવર આઇકોનિક બની ગયું છે.
કબીર બેદી, ડેની ડેન્ઝોંગ્પા અને મહેશ ભટ્ટ સાથેના સંબંધોના દોર પછી પરવીન બાબી અપરિણીત રહી હતી. મહેશ ભટ્ટે બાબી સાથેના તેમના સંબંધો વિશે અર્ધ-આત્મકથાત્મક ફિલ્મ, અર્થ (1982) લખી અને દિગ્દર્શિત પણ કરી હતી, અને તેમની યાદો ના આધારે તેમના ભત્રીજા મોહિત સુરી દ્વારા નિર્દેશિત વો લમ્હે (2006) લખી અને નિર્મિત કરી હતી.  પરવીનને આખરે માનસિક સમસ્યા (પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા), તેમજ ગંભીર ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. 1991માં, પરવીન બોલિવૂડમાંથી નિવૃત્ત થયા અને સ્વતંત્ર ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
1995 અને 1997ની વચ્ચે, હું પરવીન બાબીને તેના ‘રિવેરા બિલ્ડિંગ’ના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં ઘણી વાર મળતો હતો. તેનું રહેઠાણ મુંબઈના જુહુ પોસ્ટ વિસ્તારમાં ઇસ્કોન મંદિરની સામે ગાંધીગ્રામ રોડ પર આવેલું હતું. તે અરબી સમુદ્ર નજીક જુહુ બીચ પર એક વિશાળ ટેરેસ ફ્લેટ હતો. મારા કોલેજના મિત્રો રિવેરા એપાર્ટમેન્ટમાં પરવીનના પાડોશી હતા. રિવેરા એપાર્ટમેન્ટના અન્ય રહેવાસીઓ શક્તિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરી હતા. તેની નાની બહેન તેજસ્વિની કોલ્હાપુરી અને હું મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં ક્લાસમેટ હતા. જ્યારે મેં તેને પહેલી વાર કહ્યું કે મારું વતન વેરાવળ જૂનાગઢ જિલ્લામાં છે ત્યારે પરવીન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. જોકે હું અને મારા મિત્રો મોટાભાગે તેની સાથે અંગ્રેજીમાં વાત કરતા હતા, પણ પરવીન ગુજરાતી સારી રીતે જાણતી હતી અને કેટલીકવાર અમે ગુજરાતીમાં પણ વાત કરતા હતા. પરવીન ઘણી વાર અમને બધાને સાંજે પાર્ટી માટે આમંત્રિત પણ કરતી હતી (અમે તેના ટેરેસ ફ્લેટમાંથી અરબી સમુદ્ર પર સુંદર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણતા હતા). મારા કોલેજના દિવસોમાં હું ઈંડા ખાતો હતો અને પરવીન અમારા બધા માટે ટોસ્ટ અને મસાલા ઓમલેટ બનાવતી હતી. સામાન્ય કાઠીયાવાડી ગુજરાતી વ્યક્તિની જેમ તેને મસાલા ચા પ્રત્યે વિશેષ લગાવ હતો. 1996માં, હું મુંબઈના 'બ્લિટ્ઝ' અખબારમાં ટ્રેઇની રિપોર્ટર તરીકે જોડાયો હતો અને મારી રવિવારની કૉલમ માટે પરવીન પાસેથી ફિલ્મી ગપસપ સાંભળતો હતો. રિવરામાં રહેતા મારા મોટાભાગના મિત્રો 1998માં વધુ અભ્યાસ માટે યુએસએ ગયા અને ત્યાર બાદ મને ક્યારેય પરવીન ને મળવાની તક મળી ન હતી.
પરવીન 22 જાન્યુઆરી 2005ના રોજ મૃત હાલતમાં મળી આવી હતી જ્યારે રેવિરા બિલ્ડીંગના સેક્રેટરીએ પોલીસને ચેતવણી આપી હતી કે તેણે ત્રણ દિવસથી તેના ઘરના દરવાજેથી કરિયાણા અને અખબારો  લીધા નથી. પોલીસને શંકાના આધારે પરવીનનો મૃતદેહ મળ્યો તે પહેલા 72 કલાક પહેલાં તેનું મૃત્યુ થયું હશે. તેના મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું. પરવીનના ડાબા પગમાં ગેંગરીન હોવાનું જણાયું હતું, જે તેની ડાયાબિટીક સ્થિતિની જટિલતા હતી. અવ્યવસ્થિત ફોટા, કપડાં, દવાઓ અને જૂના અખબારોની શ્રેણી સાથે તેના પલંગની નજીક એક વ્હીલચેર પણ મળી આવી હતી. શક્ય છે કે તે તેના છેલ્લા દિવસોમાં ગેંગ્રેનસ પગને કારણે તે ચાલી શકતી ન હતી અને તેના ફ્લેટની આસપાસ ફરવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવો જરૂરી હતો. કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તેના પેટમાં ખોરાકના કોઈ નિશાન ન હતા, પરંતુ થોડો આલ્કોહોલ (કદાચ તેણીની દવામાંથી) મળી આવ્યો હતો અને શક્ય છે કે તેને ત્રણ દિવસથી વધુ સમય સુધી કંઈ પણ ખાધું પીધું ન હોય અને પરિણામે ભૂખેના કારણે મોત થયું હોવાનું અનુમાન કરાયું હતું. પોલીસે આ વાત નકારી કાઢી અને જાહેર કર્યું કે તેના ઓર્ગન ફેલિયોર અને ડાયાબિટીસને કારણે મૃત્યુ પામી છે.
1995માં હું મુંબઈના એક અંગ્રેજી દૈનિકમાં સિનિયર રિપોર્ટર તરીકે કામ કરતો હતો. જ્યારે મારી મિત્ર અને રેવેરા બિલ્ડિંગમાં રહેતી નિકિતા ગોરાડિયા મને પરવીનના કમનસીબ મૃત્યુના સમાચાર આપવા માટે ફોન કર્યો ત્યારે હું રેવેરા બિલ્ડિંગ તરફ દોડી ગયો હતો. વોર્ડ બોય દ્વારા પરવીનના ફૂલેલા મૃતદેહને તેના ફ્લેટમાંથી એમ્બ્યુલન્સમાં નીચે લાવવામાં આવ્યો ત્યારે હું તે દ્રશ્યનો સાક્ષી હતો. તેના સુંદર ચહેરા પર એક સરળ શાંતિ હતી, અને કદાચ છુપાયેલ સ્મિત પણ.
મને યાદ છે કે એકવાર મેં તેને તેના પ્રિય ગીત વિશે પૂછ્યું હતું. તેને મસાલા ટોસ્ટ ઓમલેટ મંચ કરતી વખતે સ્મિત સાથે જવાબ આપ્યો હતો, તેના પર અભિનિત ફિલ્મ શાનનું "પ્યાર કરને વાલે" તેનું પ્રિય ગીત હતું. જ્યારે મેં છેલ્લી વાર તેનો મૃત ચહેરો જોયો, ત્યારે મને તે ગીતમાં પરવીને લિપ સિંગ કરેલી એક પ્રખ્યાત પંક્તિઓ યાદ આવી, "જિંદગી હસીન હૈં.."
હા પરવીન, ખરેખર તમે હસીન કાઠિયાવાડી જીવન જીવ્યા હતા!
............................
Advertisement
Tags :
Advertisement

.