ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ રચ્યો ઈતિહાસ, ICC નો આ એવોર્ડ જીતનાર બન્યો પ્રથમ ખેલાડી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓગસ્ટ મહિના માટે 'પ્લેયર ઓફ ધ મંથ' (Player of the Month) એવોર્ડની જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. આ સિદ્ધિ મેળવનાર ઝિમ્બાબ્વે તરફથી તે પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.મહિલા વર્ગમાં, રોડ્રિગ્સ સાથે કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેà
Advertisement
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓગસ્ટ મહિના માટે 'પ્લેયર ઓફ ધ મંથ' (Player of the Month) એવોર્ડની જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. આ સિદ્ધિ મેળવનાર ઝિમ્બાબ્વે તરફથી તે પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે.
મહિલા વર્ગમાં, રોડ્રિગ્સ સાથે કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા બેથ મૂની અને ઓસ્ટ્રેલિયાની તાહલિયા મેકગ્રાને પણ આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયાને સુવર્ણચંદ્રક વિજેતા બનાવવામાં મેકગ્રાનો મહત્વનો ભાગ હતો, જેના કારણે તેમને એવોર્ડ મળ્યો હતો. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ 13.40ની ઝડપે પાંચ વિકેટ લીધી હતી અને 57ની એવરેજથી 114 રન બનાવ્યા હતા.
Unveiling the ICC Men's Player of the Month for August 2022 🤩
He is the first from his country to win the award ⬇️
— ICC (@ICC) September 12, 2022
આ દરમિયાન તેણે પાકિસ્તાન સામે અણનમ 78 રનની સાથે ત્રણ વિકેટ પણ લીધી હતી. મહત્વનું છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થની જાહેરાત કરી છે. ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાને આ મહિનાનો એવોર્ડ મળ્યો છે. સિકંદર રઝાએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરને હરાવીને આ એવોર્ડ જીત્યો છે.
પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યા બાદ ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ કહ્યું, “હું ICC તરફથી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતીને અવિશ્વસનીય રીતે સન્માનિત સમજી રહ્યો છું. અને આવો એવોર્ડ જીતનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ખેલાડી હોવાનો મને આનંદ છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ડ્રેસિંગ રૂમમાં મારી સાથે રહેલા દરેકનો હું આભાર માનું છું. તમારા વિના આ શક્ય ન હોત." સિકંદર રઝાએ વધુમાં કહ્યું, “હું તે તમામનો આભારી છું જે છેલ્લા ત્રણછી ચાર મહિનામાં મારી સાથે ડ્રેસિંગ રૂમમાં રહ્યા છે. તમારા વિના આ સંભવ ન થયું હોત.”
Advertisement
સિકંદર રઝાએ કહ્યું કે, આ તકનો લાભ લેવા ઝિમ્બાબ્વે અને વિદેશમાંના તમામ ચાહકોનો તમારી પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે આભાર માનું છું. અને હું હંમેશ માટે આભારી છું." જણાવી દઈએ કે આ મહિને સિકંદર રઝાએ વર્લ્ડ ક્લાસ ટીમો સામે ત્રણ સદી ફટકારી હતી. મહિનાની શરૂઆતમાં આ જમણા હાથના બેટ્સમેને બાંગ્લાદેશ સામે અણનમ 135 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ સામેની મેચ જીતવા માટે ઝિમ્બાબ્વેને 304 રનની જરૂર હતી. ઝિમ્બાબ્વેની ટીમ 3 વિકેટે 62 રનના સ્કોર પર મુશ્કેલીમાં હતી. જ્યારે સિકંદર રઝા અને ટીમના ઇનોસન્ટ કૈયાએ ચોથી વિકેટ માટે 192 રનની લાંબી ભાગીદારી નોંધાવી હતી. આ મેચમાં સિકંદર રઝાએ 109 બોલમાં 135 રન ફટકારીને ટીમને બાંગ્લાદેશ સામે યાદગાર જીત અપાવી હતી. આગલી મેચમાં ફરી એકવાર લક્ષ્યનો પીછો કરતી વખતે સિકંદર રઝાએ 127 બોલમાં અણનમ 117 રન બનાવ્યા હતા. બોલ સાથે 56 રનમાં 3 વિકેટ પણ લીધી હતી. ભારત સામેની છેલ્લી વનડેમાં પણ સિકંદર રઝાએ 95 બોલમાં 115 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.
Advertisement