ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2018 બાદ લેવાયેલી 6 પરીક્ષાના પેપર ફૂટ્યા, આરોપીઓના નામ, ફોટો અને વિગતો પણ આપી

રાજ્યમાં પેપર લીકની ઘટનાઓને લઈ વધુ એકવાર આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ અગાઉ અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલી ગેરીરીતિ મામલે ખુલાસા કર્યા હતા. ત્યારે હવે 2018 બાદ લેવાયેલી 6 જેટલી પરીક્ષામાં પણ ગેરીરીતિ થઇ હોવાનો યુવરાજસિંહ મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ કેટલાક લોકોને નામ સાથે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે હેડ ક્લાર્àª
11:46 AM Jun 08, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં પેપર લીકની ઘટનાઓને લઈ વધુ એકવાર આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવા અધિકાર ન્યાય ચળવળના પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ અગાઉ અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલી ગેરીરીતિ મામલે ખુલાસા કર્યા હતા. ત્યારે હવે 2018 બાદ લેવાયેલી 6 જેટલી પરીક્ષામાં પણ ગેરીરીતિ થઇ હોવાનો યુવરાજસિંહ મોટો ઘટસ્ફોટ કર્યો છે. 
યુવરાજસિંહ કેટલાક લોકોને નામ સાથે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પ્રકારે પ્રાંતિજમાં ઉમેદવારોને ભેગા કરીને પેપર આપવામાં આવ્યા હતા, તે પ્રકારે અન્ય પરીક્ષામાં પણ પેપર આપવામાં આવ્યા હતા. તેમણે કેટલાક પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું કે મોટાભાગના પેપરમાં ગેરરીતિ સાથે કેટલીક ગેંગ જ સંકળાયેલી છે. જેઓ 20 લાખ સુધી પેપર ફોડવાનું કે સેટિંગ કરવાનું કામ કરે છે..
1. હેડ ક્લાર્ક પેપર
પ્રાંતિજમાં જે પ્રકારે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું તે પ્રકારે ભાવનગરના પાલીતાણામાં 22 ઉમેદવારોને શ્રી બીસા હુમદ ભવનમાં ભેગા કરવામાં આવ્યા હતા. ત્યાં દાનાભાઈ ડાંગરે પેપર આપ્યું હતું. દાનાભાઈ ડાંગરની પ્રાંતિજ કેસમાં પોલીસે ધરપકડ કરી છે, પરંતુ પાલીતાણામાં 22 લોકોને પેપર આપ્યું તે હજુ સામે આવ્યું નથી.
2. સબ ઓડિટરની પરીક્ષા
10 ઓક્ટોબર 2021ના રોજ સબ ઓડિટરની પરીક્ષા હતી. ત્યારે બગોદરા હાઇવે પર આવેલ મેરુ વિહાર લોલિયાની ધર્મશાળામાં 72 ઉમેદવારોને સાથે રાખવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોને 9 ઓક્ટોબરે તુષાર મેર નામના વ્યક્તિએ સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી પેપર આપ્યા હતા. આ તમામ ઉમેદવારો પાસ પણ થઈ ગયા છે.
3. ATDOની પરીક્ષા
17 જુલાઈ 2021ના રોજ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 12 ઉમેદવારોએ OMR શીટ કોરી છોડી હતી. કોરી છોડલી OMRને  ગૌણ સેવા પસંદગી મંડળમાં કામ કરતા હાર્દિક પટેલે જાતે ભરી હતી. 12 ઉમેદવારોના તમામ જવાબ એક જ સરખા હતા. 12 ઉમેદવારોમાં એક પતિ પત્ની પણ હતા.
4. જામનગર મનપા
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 19 સપ્ટેમ્બર 2021ના રોજ પરીક્ષા હતી. આ પેપર વિશાભાઈ ધોળકિયાએ ફોડયું હતું. પેપરનો ભાવ 5 થી 6 લાખ રૂપિયા નક્કી થયો હતો. પરીક્ષાના અગાઉના દિવસે પેપરની ઝેરોક્ષ અપવામાં આવી હતી. બાવળિયા મહેશ નામના ઉમેદવારે પેપર લીધું હતું. કુલ 11 ઉમેદવારોએ ગેરરીતિથી પેપર લીધું હતું.
5. એકાઉન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી
એકાઉન્ટ, ઓડિટર તથા સબ ટ્રેઝરી અધિકારીની પરીક્ષા યોજાઈ હતી. આ પરિક્ષામાં પણ ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ છે. તુષાર મેર નામના વ્યક્તિએ 9 ઉમેદવારોને પેપર આપ્યા હતા. 15 લાખ રૂપિયામાં પેપર આપવામાં આવ્યા હતા. તુષાર મેર અત્યારે પણ પોલીસ કસ્ટડીમાં છે. હજુ આ પરીક્ષા અંગે ખુલાસો થયો નથી.
6. અધિક મદદનીશ ઈજનેર
192 નંબરની જાહેરથી અધિક મદદનીશ ઈજનેરની પરીક્ષા યોજાઈ હતી. સુરેન્દ્રનગરના સાયલા પાસે પેપર લીક થયું હતું. જેમાં 15 જેટલા ઉમેદવારોને પેપર આપવામાં આવ્યું હતું. જેનો 12થી 15 લાખ રુપિયામાં વહીવટ થયાના આક્ષેપ છે. ઉમેદવારોને બોલાવીને પેપર આપવામાં આવ્યા હતા. આ પેપર અંગે પણ ખુલાસો થયો નથી.
તમામ લોકો માથા ભારે, મને જીવનું જોખમ
આ બધા આક્ષેપો સાથે યુવરાજસિંહે દાવો પણ કર્યો છે કે પેપરો પ્રિન્ટિંગ પ્રેસ માંથી લીક કરવામાં આવે છે. આ સિવાય એજન્સીના લોકો સાથે સેટિંગ કરવામાં આવે છે. યુવરાજનો દાવો છે કે પેપર ફોડનાર અનેક આરોપીઓને પોલીસે પકડ્યા છે, પરંતુ આરોપીઓએ પોલીસ સામે કોઈ અલગ જ પેપર બતાવ્યું છે. આરોપીઓએ અન્ય પેપર લીક અંગે પણ પોલીસને જણાવ્યું નથી. આ તમામ ખુલાસા કરવાથી મારા જીવનું પણ જોખમ છે, તમામ લોકો માથા ભારે છે. તમામ સામે પોલીસ કાર્યવહી કરાશે તેવી મને આશા છે.
Tags :
6ExaminationPapersLeakGujaratGujaratFirstPaperLeakPaperLeakGujaratYuvrajSinghJadejaગુજરાતપેપરલીકપેપરલીકયુવરાજસિંહજાડેજા
Next Article