Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી યુવરાજ બની ગયો હતો કિંગ, આજે 15 વર્ષ પૂર્ણ

યુવરાજ સિંહ નામ જ્યારે પણ આવે છે ત્યારે ક્રિકેટ ફેનને તે દિવસ યાદ આવી જાય છે જ્યારે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ પ્રથમ T20 વર્લ્ડ કપની વાત છે જ્યારે ઈંગ્લેન્ડની એક ભૂલ અને યુવરાજ સિંહના બેટથી નિકળ્યા એક જ ઓવરમાં 6 સિક્સર. આજે તે કારનામાને 15 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. T20 ક્રિકેટના આગમન સાથે, ક્રિકેટમાં ક્રિકેટ ફેનને ચોક્કા અને છક્કા વધુ દેખાવા લાગ્યા. પહેલા જ્યાં
04:21 AM Sep 19, 2022 IST | Vipul Pandya
યુવરાજ સિંહ નામ જ્યારે પણ આવે છે ત્યારે ક્રિકેટ ફેનને તે દિવસ યાદ આવી જાય છે જ્યારે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ પ્રથમ T20 વર્લ્ડ કપની વાત છે જ્યારે ઈંગ્લેન્ડની એક ભૂલ અને યુવરાજ સિંહના બેટથી નિકળ્યા એક જ ઓવરમાં 6 સિક્સર. આજે તે કારનામાને 15 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 
T20 ક્રિકેટના આગમન સાથે, ક્રિકેટમાં ક્રિકેટ ફેનને ચોક્કા અને છક્કા વધુ દેખાવા લાગ્યા. પહેલા જ્યાં ODI ક્રિકેટમાં 100 રન બનાવવા એ મોટી ઉપલબ્ધિ માનવામાં આવતી હતી, હવે આ ફોર્મેટમાં 200 રન પણ બનવા લાગ્યા છે. આ પરાક્રમ રોહિત શર્મા સહિત વિશ્વના ઘણા મહાન બેટ્સમેનોએ કર્યું છે. વળી, T20 ક્રિકેટમાં સદી ફટકારવી સરળ બનવા લાગી છે અને ઘણા ખેલાડીઓએ આ કારનામા કર્યા છે. પણ જો તમારે T20 ક્રિકેટમાં સદી ફટકારવી હોય તો તમારે સતત ચોક્કા અને છક્કા મારવા પડશે. T20 ક્રિકેટમાં ઝડપી રન બનાવવાની જરૂર છે, તેથી ખેલાડીઓ સતત ચોક્કા અને છક્કા મારતા જોવા મળે છે. આ કડીમાં, ઘણા ખેલાડીઓ એક ઓવરમાં ઘણા બધા રન બનાવે છે. 
વર્ષ 2007નો સમય હતો અને પહેલો T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. ભારતીય ટીમની કપ્તાની ચોક્કસપણે ચતુર મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હતી, પરંતુ બેટિંગની જવાબદારી સ્ટાઇલિશ યુવરાજ સિંહ પર હતી. 15 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ સામે ભારતની મેચ ચાલી રહી હતી. ત્યારબાદ બોલિંગ કરવા માટે સ્ટુઅર્ટ બ્રોડ આવ્યો, જેને ઈંગ્લેન્ડના ભાવિ બોલર તરીકે ઓળખવામાં આવી રહ્યો હતો. યુવી ક્રિઝ પર હતો અને બ્રોડ સામે હતો. થોડા સમયમાં ઈતિહાસ રચાઈ જવાનો હતો. યુવરાજ કદાચ કંઈક વિચારીને મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે યુવરાજે બ્રોડના પ્રથમ, બીજા, ત્રીજા બોલ પર સિક્સર ફટકારી ત્યારે ઈંગ્લેન્ડ કેમ્પમાં હલચલ મચી ગઈ હતી. બધા ખેલાડીઓ ભેગા થયા અને સ્ટુઅર્ટ બ્રોડને ટિપ્સ આપી પરંતુ જ્યારે ચોથો બોલ પડ્યો ત્યારે યુવરાજે ફરી સિક્સર ફટકારી. 
હવે આખું વાતાવરણ યુવીની તરફેણમાં હતું, પછી તેણે 5મા અને 6ઠ્ઠા બોલ પર સિક્સ ફટકારી વિશ્વ ક્રિકેટમા આ દિવસને યાદગાર બનાવી દીધો. ત્યારબાદ યુવીએ માત્ર 12 બોલમાં 50 રન બનાવ્યા હતા, જેને આજે પણ કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી. મહત્વનું છે કે, 2007માં યોજાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં સતત 6 સિક્સર ફટકારી હતી. તેણે માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. યુવરાજ સિંહ સિવાય અન્ય કેટલાક ખેલાડીઓએ પણ ક્રિકેટમાં 6 બોલમાં સતત 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે જે 6 બોલમાં 6 સિક્સર ફટકારી તે પહેલા એન્ડ્રુ ફ્લિન્ટોફે તેને કોઇ અપશબ્દો કહી ઉષ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું પરિણામ છે કે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી યુવરાજે ઈતિહાસ રચી દીધો હતો. 
1983 પછી ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. T20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા પાસે ODI વર્લ્ડ કપ જીતવાની પણ આશા હતી અને ચાહકોને લાગ્યું કે જો યુવી છે તો કંઈપણ અશક્ય નથી. 2007નો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને 4 વર્ષ બાકી હતા. 2011નો સમય આવ્યો અને ODI વર્લ્ડ કપમાં ફરીથી કેપ્ટનશિપ મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી અને મજબૂત ખેલાડી યુવરાજ સિંહ પણ ટીમમાં હતો. ત્યારબાદ યુવરાજના આધારે ટીમે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. તે દરમિયાન યુવરાજ સિંહે ટૂર્નામેન્ટમાં માત્ર 362 રન જ બનાવ્યા ન હતા પરંતુ મહત્વપૂર્ણ પ્રસંગોએ વિકેટ પણ લીધી હતી અને 15 વિકેટ પણ લીધી હતી. યુવરાજ વર્લ્ડ કપમાં 300 થી વધુ રન બનાવનાર અને 15 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો. યુવીએ 2019માં નિવૃત્તિ લીધી હતી પરંતુ તેની ઈનિંગ્સ આજે પણ યાદ છે.
ક્રિકેટર્સની કારકિર્દીમાં એક સમય આવે છે કે તેનું ફોર્મ જવાબ આપી દે છે, પછી તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર હોય કે તાજેતરમાં ટીમ ઈન્ડિયામાં રમી રહેલો વિરાટ કોહલી હોય. આવું જ કઇંક યુવરાજ સિંહ સાથે પણ બન્યું હતું. પ્રથમ T20 વર્લ્ડ કપમાં શાનદાર એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી યુવરાજ સિંહે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. તેટલું જ નહીં પણ તેણે 2011 ના વન ડે વર્લ્ડ કપમાં પણ પોતાના બેટથી દમદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 
2011 ના વન ડે વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને તેના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછી તેને કેન્સરની બિમારીએ ઝપટમાં લઇ લીધો હતો. જે પછી તેનું ક્રિકેટમાં આવવું લગભગ અશક્ય દેખાવવા લાગ્યું પરંતુ તેણે ખૂબ સંઘર્ષ કરતા કમ બેક કર્યું. જોકે, આ પછી તેના નસીબે તેનો સાથ ન આપ્યો અને તે ટીમમાં અંદર  બહાર થવા લાગ્યો. અંતે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો. 
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ, ટી20 વર્લ્ડકપમાં આ જર્સી પહેરીને રમશે ખેલાડીઓ
Tags :
6SixerCricketGujaratFirstSportsyuvrajsingh
Next Article