Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુસુફ પઠાણ એકવાર ફરી બન્યો વિરોધી ટીમ માટે કાળ, ટીમને ફરી જીત અપાવી

લેજેન્ડ્સ ક્રિકેટ લીગ 2022 (LLC 2022) ની બીજી મેચમાં ભીલવાડા કિંગ્સ અને મણિપાલ ટાઈગર્સ (Bhilwara Kings and Manipal Tigers) વચ્ચે ટક્કર થઈ, જેમાં ઈરફાન પઠાણની આગેવાની હેઠળની ભીલવાડા કિંગ્સે 3 વિકેટે જીત મેળવી. લખનૌના અટલ વિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મણિપાલ ટાઈગર્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જે બાદ કિંગ્સને જીતવા માટે 154 રનનો ટાર્
યુસુફ પઠાણ એકવાર ફરી બન્યો વિરોધી ટીમ માટે કાળ  ટીમને ફરી જીત અપાવી
લેજેન્ડ્સ ક્રિકેટ લીગ 2022 (LLC 2022) ની બીજી મેચમાં ભીલવાડા કિંગ્સ અને મણિપાલ ટાઈગર્સ (Bhilwara Kings and Manipal Tigers) વચ્ચે ટક્કર થઈ, જેમાં ઈરફાન પઠાણની આગેવાની હેઠળની ભીલવાડા કિંગ્સે 3 વિકેટે જીત મેળવી. લખનૌના અટલ વિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મણિપાલ ટાઈગર્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. જે બાદ કિંગ્સને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં યુસુફ પઠાણની તોફાની બેટિંગના દમ પર ટીમ ફરી એકવાર જીતવામાં સફળ થઇ હતી.
લેજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022ની બીજી મેચમાં ઈરફાન પઠાણની ભીલવાડા કિંગ્સે હરભજન સિંહની મણિપાલ ટાઈગર્સને 3 વિકેટે હરાવ્યું છે. લખનૌના એકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મણિપાલ ટાઈગર્સે 7 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભીલવાડા કિંગ્સે શાનદાર બેટિંગ કરી છેલ્લી ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે યુસુફ પઠાણે 44 રનની તોફાની ઇનિંગ રમી હતી. 154 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભીલવાડા કિંગ્સની શરૂઆત સારી રહી ન હોતી. ટીમના ઓપનર બેટ્સમેન નમન ઓઝા 6 અને વિલિયમ પોટરફિલ્ડ 4 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી તન્મય શ્રીવાત્સવ અને નિક કોમ્પટને ઇનિંગ્સને સંભાળી લીધી અને ટીમનો સ્કોર 50થી આગળ લઈ ગયા. પરંતુ 57ના સ્કોર પર નિક કોમ્પટન (18) હરભજનના હાથે આઉટ થયો હતો. 
Advertisement

બીજી તરફ, તન્મય શ્રીવાત્સવ 28 રન બનાવીને સાઇબોટમનો બીજો શિકાર બન્યો હતો. મણિપાલ ટાઈગર્સ તરફથી રેયાન સાઇબોટમે 3 વિકેટ ઝડપી હતી. ભીલવાડા કિંગ્સ તરફથી યુસુફ પઠાણે શાનદાર બેટિંગ કરી હતી અને 44 રનની ઇનિંગ રમી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. ઉલ્લેખનીય છે કે, ભીલવાડા કિંગ્સે ટોસ જીતીને મણિપાલ ટાઈગર્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા મણિપાલ ટાઈગર્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના બંને ઓપનર રવિકાંત શુક્લા 1 અને સ્વપ્નિલ અસનોડકર 2 રન બનાવીને આઉટ થયા હતા. બીજી તરફ મોહમ્મદ કૈફ એક છેડે ટકી રહ્યો હતો અને તેણે 59 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ રીતે મણિપાલની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 153 રન બનાવ્યા હતા. જેને ભીલવાડા કિંગે છેલ્લી ઓવરમાં 2 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. ભીલવાડા તરફથી ફિડેલ એડવર્ડ્સે 4 વિકેટ ઝડપી હતી. 
Tags :
Advertisement

.