Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુટ્યુબર ભુવન બામે મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી પર માફી માંગી

યુટ્યુબર ભુવન બામ તેના લેટેસ્ટ વીડિયોને કારણે મુશ્કેલીમાં છે. તેના વીડિયોમાં તેણે 'પહાડી મહિલાઓ' પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ નેટીઝન્સે તેના વીડિયોની આકરી ટીકા કરી હતી. આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે તેને આડે હાથે લીધો છે. પંચે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું છે. ભુવન બામ તેની યુટ્યુબ ચેનલ 'બીબી કી વાઈન' માટે પ્રખ્યાત છે. ગયા અઠવાડિયે અપલોડ કરવામાં આવેલ તે
09:41 AM Apr 02, 2022 IST | Vipul Pandya
યુટ્યુબર ભુવન બામ તેના લેટેસ્ટ વીડિયોને કારણે મુશ્કેલીમાં છે. તેના વીડિયોમાં તેણે 'પહાડી મહિલાઓ' પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ નેટીઝન્સે તેના વીડિયોની આકરી ટીકા કરી હતી. આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે તેને આડે હાથે લીધો છે. પંચે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું છે. 
ભુવન બામ તેની યુટ્યુબ ચેનલ 'બીબી કી વાઈન' માટે પ્રખ્યાત છે. ગયા અઠવાડિયે અપલોડ કરવામાં આવેલ તેમનો 'ઓટોમેટિક વ્હીકલ' વીડિયો યુટ્યુબ પર 12 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે.વીડિયોના વિવાદ પર મહિલા આયોગની કાર્યવાહી બાદ ભુવને જાહેરમાં માફી પણ માંગી છે. માફી માંગતા 28 વર્ષીય ભુવન બામે ટ્વીટમાં કહ્યું કે તેણે વીડિયોમાંથી તે ભાગ હટાવી દીધો છે જનાથી લોકોને દુઃખ થયું છે. તેણે કહ્યું, "હું જાણું છું કે મારા વિડિયોના એક ભાગથી કેટલાક લોકોને દુઃખ થયું છે. મેં તે ભાગને હવે એડિટ કરી દીધો છે. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારા મનમાં મહિલાઓ માટે ઘણું સન્માન છે, મને મહિલાઓ માટે ખરેખર ઘણું માન છે." કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. જેમની લાગણીઓને અવગણવામાં આવી છે તે તમામની હું દિલથી માફી માંગુ છું."
લેખક આશિષ નૌટિયાલે વિડિયોમાંથી કેટલાક અંશ શેર કર્યા હતાં, જેમાં ભુવન દ્વારા ભજવવામાં આવેલ એક પાત્ર શૂટ માટે ઓટોમેટિક મોડલ માંગતો જોવા મળે છે. જ્યારે તે કોઈ 'ડીલર'ને મોડલ માંગવા માટે બોલાવે છે, ત્યારે વાતચીતમાં ડબલ અર્થનો સંદર્ભ આપવામાં આવે છે, જે દર્શાવે છે કે 'ડીલર' મહિલાઓની હેરફેર કરે છે.
વીડિયોમાં, એક લાઇનમાં, ભુવનનું પાત્ર તેના મિત્રને પૂછે છે “પહાડન ચલેગી? (પહાડી વિસ્તારોનું મોડેલ કામ કરશે?)" લોકોએ આ ટિપ્પણી પર પોતાનો ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી છે.
લેખક અદ્વૈત કલાએ બુધવારે લખ્યું, "આ કોઈ કોમેડી નથી - તે અશ્લીલ મહિલા વિરોધી કચરો છે જે મહિલાઓ અને ખાસ કરીને પહાડી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા દર્શાવે છે."

NCW ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે "@NCWIndia એ આ વિશે નોંધ લીધી છે. અધ્યક્ષ @sharmarekha એ એફઆઈઆર નોંધવા અને આ મામલે કડક પગલાં લેવા @CPDelhi ને પત્ર લખ્યો છે. NCW એ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના સચિવને પણ મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કરવા બદલ યુટ્યુબરની ચેનલ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માટે પત્ર લખ્યો છે.
સાથે જ યુટ્યુબરે બીજો ભાગ જેમાં પહાડી મહિલાઓનો ઉલ્લેખ છે તે હવે વીડિયોને મૂળ વીડિયોમાંથી હટાવી દેવામાં આવ્યો છે. ભુવન બામ એક જાણીતા YouTube કન્ટેન્ટ સર્જક છે. સાથે જ બામો વેબ સિરીઝ TVF બેચલર્સ, ટીટુ ટોક્સ અને ઢીંડોરામાં પણ જોવા મળ્યો હતો. પોતાના લેટેસ્ટ વિડિયોમાં યુટ્યુબર ભુવન બામે 'પહાડી મહિલાઓ' પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી નેટીઝન્સે તેના વીડિયોની ઉગ્ર ટીકા કરી હતી.
Tags :
BhuvanBambhuvanvidiocontavecyGujaratFirstNCBsocialmeiacontentYouTuber
Next Article