Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ રિલીઝ થયેલા ગીતને Youtubeએ હટાવ્યું, જાણો શા માટે?

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રિલીઝ થયેલું નવું ગીત SYL યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. આ ગીત મૂસેવાલાના મૃત્યુ પછી તેના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ પરથી રિલીઝ કરવામાં આવ્યું હતું. હત્યાના 26 દિવસ પછી રિલીઝ થયેલું ગીત છ મિનિટમાં જ હિટ થઈ ગયું. SYL એટલે સતલજ યમુના લિંક કેનાલ કે જેને 'SYL કેનાલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 214 કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક કેનાલ છેલ્લા ત્રણ દાયકા
05:55 PM Jun 26, 2022 IST | Vipul Pandya
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રિલીઝ થયેલું નવું ગીત SYL યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. આ ગીત મૂસેવાલાના મૃત્યુ પછી તેના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ પરથી રિલીઝ કરવામાં આવ્યું હતું. હત્યાના 26 દિવસ પછી રિલીઝ થયેલું ગીત છ મિનિટમાં જ હિટ થઈ ગયું. SYL એટલે સતલજ યમુના લિંક કેનાલ કે જેને 'SYL કેનાલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 214 કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક કેનાલ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદનો વિષય છે.
SYL ગીત સિદ્ધુ મુસેવાલાએ જ લખ્યું હતું અને કમ્પોઝ પણ તેમણે જ કર્યુ હતું. મ્યુઝિક પ્રોડ્યુસર MXRCI એ શુક્રવારે 23 જૂને આ ગીતને YouTube પર રિલીઝ કર્યું. આ ગીતને યુટ્યુબ પર 2.7 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું હતું અને 33 લાખ લાઈક્સ મળી હતી.
'સિદ્ધુ મુસેવાલા' યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતની લિંક પર હવે વીડિયો દેખાતો નથી. તેના બદલે એક સંદેશ દેખાય છે, "સરકાર તરફથી કાનૂની ફરિયાદને લીધે, આ સામગ્રી આ દેશના ડોમેન્સ પર ઉપલબ્ધ નથી." મતલબ કે અન્ય દેશોમાં યુટ્યુબ યુઝર્સ આ વીડિયો જોઈ શકે છે. આ ગીતમાં પંજાબ અને હરિયાણા વચ્ચે ચાલી રહેલા જળ વિવાદને બતાવવામાં આવ્યો હતો. આ ગીત યુટ્યુબ પર 23 જૂને રિલીઝ થયું હતું. પરંતુ માત્ર ત્રણ દિવસમાં જ યુટ્યુબે તેને પ્લેટફોર્મ પરથી હટાવી દીધું. 
મ્યુઝિક વીડિયોમાં બલવિંદર સિંહ જટાણાની તસવીર પણ સામેલ છે. બલવિંદર સિંહ ખાલિસ્તાન તરફી બબ્બર ખાલસાનો સભ્ય હોવાનું કહેવાય છે. 23 જુલાઇ 1990ના રોજ તે ચંદીગઢમાં SYL ઓફિસમાં ઘૂસી ગયો અને ચીફ એન્જિનિયર એમએલ સિકરી અને સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એએસ ઓલખની હત્યા કરી. પંજાબનું પાણી 214 કિલોમીટર લાંબી સતલજ-યમુના લિંક કેનાલ દ્વારા હરિયાણા અને દિલ્હીમાં જવાનું હતું. જ્યારે પંજાબની દલીલ એ છે કે રાવી-બિયાસના પાણી પર તેનો પ્રથમ અધિકાર છે, કારણ કે રાજ્ય નદીના ઉપરના ભાગમાં છે. વિરોધના કારણે આજે પણ આ પ્રોજેક્ટ બેલેન્સમાં લટકી રહ્યો છે.
Tags :
GujaratFirstSidhuMooseWalaSidhuMooseWalaKillingSidhuMooseWalaSongSYLyoutube
Next Article