Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે, મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન મળશે

Union Budget 2023: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રવાસન ક્ષેત્ર પર જાહેરાત કરી છે. રાજ્યની મદદથી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં કરવામાં આવશે. આ બજેટમાં દેશના આર
07:07 AM Feb 01, 2023 IST | Vipul Pandya
Union Budget 2023: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પાંચમું બજેટ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રવાસન ક્ષેત્ર પર જાહેરાત કરી છે. રાજ્યની મદદથી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં કરવામાં આવશે. આ બજેટમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.બજેટમાં પ્રવાસન ક્ષેત્રને મળી ભેટ, નાણામંત્રીએ મોટી જાહેરાત કરી છે જેમાં લોકોને રોજગાર મળશે. 
પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ મિશન મોડમાં
બજેટ 2023 નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાજ્યો, સરકારી કાર્યક્રમો અને જાહેર-ખાનગી ભાગીદારીની સક્રિય ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ દેશી અને વિદેશી પર્યટકો માટે અપાર આકર્ષણો આપે છે. પ્રવાસન ક્ષેત્રે ઉપયોગ કરવાની અપાર સંભાવનાઓ છે2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે.માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે.પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
અૃતકાળનું પહેલું બજેટ : નિર્મલા સીતારમણ
2023-2024ના વર્ષ માટેના સામાન્ય બજેટ સાથે, કૃષિ, શિક્ષણ, આવકવેરા સ્લેબ, આરોગ્ય અને સરકારી યોજનાઓ, નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને સ્વાસ્થ્ય વીમા સુધીના નિયમોમાં ફેરફાર સાથે ઘણી અપેક્ષાઓ જોડાયેલી હતી.નિર્મલા સીતારમણે કહ્યું, ‘આ અમૃતકાળનું પહેલું બજેટ છે. આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી છતાં આર્થિક વિકાસ દર 7 ટકા રહ્યો. આ બજેટ જરૂરિયાતમંદ લોકો માટે છે. ઘણા મહાન પગલાઓને કારણે વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે. કોવિડ દરમિયાન, અમે સુનિશ્ચિત કર્યું કે મફત રાશન સાથે કોઈ ભૂખ્યું ન સૂવે.
આપણ  વાંચો- જ્યારે કેન્દ્રીય બજેટ લીક થયું અને પરંપરા બદલાઈ,જાણો કોણ હતા નાણામંત્રી પછી શું થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
budget2023FinanceMinisterNirmalaSitharamanGujaratFirstNirmalaSitharamantourismsectorTravel-TourismSector
Next Article