Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશભરમાં વિરોધ વચ્ચે અગ્નિવીર બનવા યુવા તૈયાર, એરફોર્સમાં માત્ર 3 દિવસમાં 56,000થી વધુ યુવાનોએ કરી અરજી

અગ્નિવીર યોજનાને લઇને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા અને હજુ પણ ઘણી જગ્યાએ થઇ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ આજે આ યોજનાના વિરોધમાં દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાની છે. કોંગ્રેસ નવી યોજનાનો વિરોધ કરી રહી છે અને કહે છે કે તે ભારતીય સેના અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સારું નહીં હોય. વળી, બીજી તરફ અગ્નિપથ યોજનાના વિરોધીઓ સતત દાવો કરી રહ્યા હતા કે યુવાનો માત્ર ચાર વર્ષ સુધી સેનામાં જોડાવા મ
દેશભરમાં વિરોધ વચ્ચે અગ્નિવીર બનવા યુવા તૈયાર  એરફોર્સમાં માત્ર 3 દિવસમાં 56 000થી વધુ યુવાનોએ કરી અરજી
અગ્નિવીર યોજનાને લઇને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા અને હજુ પણ ઘણી જગ્યાએ થઇ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ આજે આ યોજનાના વિરોધમાં દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાની છે. કોંગ્રેસ નવી યોજનાનો વિરોધ કરી રહી છે અને કહે છે કે તે ભારતીય સેના અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સારું નહીં હોય. 
વળી, બીજી તરફ અગ્નિપથ યોજનાના વિરોધીઓ સતત દાવો કરી રહ્યા હતા કે યુવાનો માત્ર ચાર વર્ષ સુધી સેનામાં જોડાવા માંગતા નથી. આનાથી તેમની કારકિર્દી દાવ પર લાગી જશે, પરંતુ હવે જે આંકડા બહાર આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અગ્નિપથ યોજના દ્વારા અગ્નિવીર બનવા માટે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે. યુવાનોનો આ ઉત્સાહ ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતીના મામલે સામે આવ્યો છે. ભારતીય વાયુસેનાએ રવિવારે ટ્વીટ કર્યું છે કે, આ વખતે 3000 અગ્નિવીરોની ભરતી માટે કેટલી અરજીઓ આવી છે. 
ભારતીય વાયુસેનાએ રવિવારે જણાવ્યું હતું કે, તેને રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસમાં અગ્નિપથ ભરતી યોજના હેઠળ 3,000 સ્લોટ માટે 56,960 અરજીઓ મળી છે. અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા 5 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી અને તેમની તાલીમ બે તબક્કાની પરીક્ષા અને તબીબી તપાસ પછી 30 ડિસેમ્બરે શરૂ થવાની છે. IAFએ રવિવારે ટ્વિટર પર કહ્યું, “56960! અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયાના જવાબમાં https://agnipathvayu.cdac.in પર ભાવિ અગ્નિપથ તરફથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલી અરજીઓની કુલ સંખ્યા છે. રજીસ્ટ્રેશન 5મી જુલાઈએ બંધ થશે."
Advertisement

મહત્વનું છે કે, રવિવાર સુધી ઓનલાઈન અરજીઓની સંખ્યા 56,960 હતી. હાલમાં અરજીની તારીખ 5મી જુલાઈ સુધી છે. આવી સ્થિતિમાં લાખો યુવાનો વાયુસેનામાં અગ્નિવીર બનવા માટે આગળ આવશે તેવી આશા છે. જ્યારે તમામ વિપક્ષી નેતાઓ અગ્નિવીર યોજનાથી યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે તેવું કહી રહ્યા છે. એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી હાલમાં નિકળી છે. જ્યારે 1 જુલાઈથી આર્મી અને નેવીમાં પણ અગ્નિવીરોની ભરતી થવાની છે. ગૃહ અને સંરક્ષણ મંત્રાલયોની સાથે, ભાજપ શાસિત કેટલાક રાજ્યોએ પણ રાજ્ય પોલીસ દળોમાં અગ્નિવીરોને સામેલ કરવાને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. જોકે, સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કર્યું છે કે, નવી ભરતી યોજના સામે હિંસક દેખાવો અને આગચંપી કરનારાઓને સેનામાં સામેલ કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજના દ્વારા અગ્નિવીર બનેલા 25 ટકા સૈનિકોને આગળ પણ સેનામાં રાખવામાં આવશે. આ સિવાય 4 વર્ષ પછી રિટાયર થવા પર અગ્નિવીરોને લગભગ 12 લાખ રૂપિયા મળશે. રાજ્ય પોલીસ, આર્મી, કોસ્ટ ગાર્ડ ઉપરાંત રક્ષા મંત્રાલય તેમને ખાનગી ક્ષેત્રોમાં નોકરીઓ આપશે. કોરોનાને કારણે સેનાની ભરતી બે વર્ષથી રોકી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં અગ્નિવીર માટે આ વખતે મહત્તમ વય મર્યાદામાં 2 વર્ષની છૂટ આપીને 23 વર્ષની કરવામાં આવી છે. જોકે, આ યોજના હેઠળ ફક્ત સાડા 17 થી 21 વર્ષના યુવાનોને જ લેવાના છે. 
Tags :
Advertisement

.