Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતી કાલ સાંજ સુધીમાં કરી લો આ કામ, નહીં તો પહેલી તારીખથી થશે દંડ!

વર્તમાન સમયે કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ માટે જરુરી ડોક્યુમેન્ટમાં સૌથી મહત્વની વસ્તુ તમારું આધાર કાર્ડ છે. મોટાભાગના કામો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેનું મહત્વ પણ ઘણું વધી ગયું છે. તેવામાં સરાકરે ઘણા સમય પહેલા આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કરવાનો આદેશ આપ્યો હતો. જો તમે આધાર સાથે પાન લિંક નથી કર્યુ તો પહેલી એપ્રિલથી તમને નુકસાન થઇ શકે છે.આધાàª
આવતી કાલ સાંજ સુધીમાં કરી લો આ કામ  નહીં તો પહેલી તારીખથી થશે દંડ
વર્તમાન સમયે કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ માટે જરુરી ડોક્યુમેન્ટમાં સૌથી મહત્વની વસ્તુ તમારું આધાર કાર્ડ છે. મોટાભાગના કામો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેનું મહત્વ પણ ઘણું વધી ગયું છે. તેવામાં સરાકરે ઘણા સમય પહેલા આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કરવાનો આદેશ આપ્યો હતો. જો તમે આધાર સાથે પાન લિંક નથી કર્યુ તો પહેલી એપ્રિલથી તમને નુકસાન થઇ શકે છે.
આધાર અને પાન કાર્ડ (આધાર-પાન લિંક) લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. 1 એપ્રિલથી આધાર-પાન લિંક ફરજિયાત કરવામાં આવી છે. જો તમે હજુ સુધી તમારા આધાર અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો આવતી કાલ સાંજ સુધી કરી લો, નહીં તો તમારે તેના પછી દંડ ભરવો પડી શકે છે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આવતી કાલે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવા માટેનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં CBDTએ જાહેરાત કરી હતી કે દરેક ભારતીય નાગરિકે તેના PANને આધાર સાથે લિંક કરવું પડશે.

31 માર્ચ સુધી બાદ આપવો પડશે દંડ
PANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમારો PAN આધાર સાથે લિંક નથી તો લિંક કરાવી લો. નોટિફિકેશન પ્રમાણે જો તમે 31 માર્ચ પછી 3 મહિનાની અંદર આધાર અને પાન કાર્ડને લિંક કરો છો તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.  જો આધાર અને પાન કાર્ડને 3 મહિના એટલે કે જૂન સુધી લિંક ન કરાવો તો દંડ તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે.

આ રીતે PAN અને આધારને ઑનલાઇન લિંક કરો
1. પાન-આધાર લિંક કરવા માટે આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લો.
2. સાઇટની ડાબી બાજુએ તમને ક્વિક લિંક્સનો વિકલ્પ મળશે. અહીં તમારે 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
3. અહીં તમારે તમારો PAN અને આધાર નંબર તથા નામ દાખલ કરવાનું રહેશે.
4. માહિતી આપ્યા પછી તમને એક OTP મોકલવામાં આવશે. OTP નાંખ્યા બાદ તમારું આધાર અને PAN લિંક થઈ જશે 
Advertisement
Tags :
Advertisement

.