ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટાટાની આ નવી Futuristic કાર જોઇ ખૂશ થઇ જશો તમે, Photos

ટાટા મોટર્સ ભારતમાં કોમર્શિયલ વાહનો બનાવતી સૌથી મોટી કંપની છે. આ ટાટા સમૂહની પ્રમુખ કંપનીઓમાંની એક છે. તાજેતરમાં ટાટા મોટર્સે CURVV નામની નવી ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું છે. આ કોન્સેપ્ટ મોડલ દ્વારા ટાટાએ તેની ભવિષ્યની SUV કારની ઝલક રજૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન આગામી બે વર્ષમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. કર્વી અને સ્પોર્ટી
10:29 AM Apr 06, 2022 IST | Vipul Pandya

ટાટા મોટર્સ ભારતમાં કોમર્શિયલ વાહનો બનાવતી સૌથી મોટી કંપની છે. આ ટાટા સમૂહની પ્રમુખ કંપનીઓમાંની એક છે. તાજેતરમાં ટાટા મોટર્સે CURVV નામની નવી ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું છે. 
આ કોન્સેપ્ટ મોડલ દ્વારા ટાટાએ તેની ભવિષ્યની SUV કારની ઝલક રજૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન આગામી બે વર્ષમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. કર્વી અને સ્પોર્ટી કૂપ બોડી સ્ટાઇલમાં પ્રદર્શિત, કોન્સેપ્ટની ડિઝાઇન અગાઉ ફક્ત લક્ઝરી સેગમેન્ટની કારમાં જ જોવા મળતી હતી. 
કોન્સેપ્ટ CURVV ને સૌપ્રથમ ટાટા તરફથી નવી પેઢીની ઈલેક્ટ્રિક SUV તરીકે લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ તેના પેટ્રોલ/ડીઝલ વર્ઝન પણ માર્કેટમાં આવશે. કંપનીના લાઇનઅપમાં, આ મધ્યમ કદની SUV નેક્સોનથી ઉપર હશે. તેને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. મહત્વનું છે કે, કંપનીએ હાલમાં તેને ઈલેક્ટ્રિક વ્હીકલ કોન્સેપ્ટ તરીકે શોકેસ કર્યું છે. 
આ પ્રસંગે બોલતા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “અમારો બિઝનેસ હાલમાં ઐતિહાસિક મોરચે છે. વિક્રમી વેચાણથી લઈને બજારમાં હિસ્સામાં વધારો કરવા સુધી, છેલ્લું નાણાકીય વર્ષ અમારા માટે ખરેખર શાનદાર રહ્યું છે. 
અમે અમારા પોર્ટફોલિયોમાં ઉત્પાદનોની અમારી શ્રેણી સાથે માત્ર નંબર 1 SUV નિર્માતા તરીકે ઉભરી આવ્યા છીએ એટલું જ નહીં, અમે નાણાકીય વર્ષ 2021ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022 માં 353 ટકાના વિક્રમી વેચાણ વૃદ્ધિ સાથે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પણ સારી વૃદ્ધિ જોઈ છે."
ટાટા મોટર્સે CURVVને એક નવી ડિઝાઇન ફિલોસોફી અનુસાર ડિઝાઇન કરી છે. આગળના ભાગમાં, LED ડે ટાઈમ રનિંગ લેમ્પ્સ છે જે બોનેટ ક્રિઝની સંપૂર્ણ પહોળાઈ સુધી જાય છે. તેના આગળના બમ્પર્સ પર ત્રિકોણાકાર LED તત્વો આપવામાં આવ્યા છે, જે મુખ્ય હેડલેમ્પ ક્લસ્ટર તરીકે પણ કામ કરશે. આ સિવાય તેમાં ગ્રે એલોય વ્હીલ્સ અને મશીન કટ ફિનિશિંગ સાથે સ્લોપી કૂપ રૂફ લાઇન આપવામાં આવી છે. સાથે જ તેમાં EV બેજિંગ પણ આપવામાં આવ્યું છે.
નવી Tata CURVV Coupe SUV ની વ્હીલબેઝ સાઈઝ 50 mm સુધીની હોઈ શકે છે. તેની એકંદર લંબાઈ 4.3 મીટર સુધીની હોઈ શકે છે અને તે મધ્યમ કદની SUV હશે જેનું પેટ્રોલ/ડીઝલ મોડલ હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ જેવા સેગમેન્ટમાં અન્ય કાર સાથે સ્પર્ધા કરશે.
Tags :
GujaratFirstTATATataCUrvvTataMotorsTechAuto
Next Article