Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનના શાહી પરિવારની સંપતિ જાણીને સ્તબ્ધ થઇ જશો, જો કે શાહી પરિવારના નિયમો પણ છે એટલા જ કડક

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, મહારાણી એલિઝાબેથ 4 હજાર કરોડની અંગત સંપત્તિની માલિક હતી. આ સંપતિમાં તેમનું રોકાણ, આર્ટ , કિંમતી પથ્થરો અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. સેન્ડ્રિંગહામ હાઉસ અને બાલમોરલ ફોર્ટ પણ રાણીની ખાનગી મિલકત છે. રાણી એલિઝાબેથ દ્વિતિયના વૈભવી જીવનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બકિંગહામ, જ્યાં તે 70 વર્ષ સુધી રહ્યા હતા, ત્યાં 775 રૂમ અને 78 બાથરૂમ છે. એટલું જ નહીં, રાણીન
બ્રિટનના શાહી પરિવારની સંપતિ જાણીને સ્તબ્ધ થઇ જશો   જો કે શાહી પરિવારના નિયમો પણ છે એટલા જ કડક
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, મહારાણી એલિઝાબેથ 4 હજાર કરોડની અંગત સંપત્તિની માલિક હતી. આ સંપતિમાં તેમનું રોકાણ, આર્ટ , કિંમતી પથ્થરો અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. સેન્ડ્રિંગહામ હાઉસ અને બાલમોરલ ફોર્ટ પણ રાણીની ખાનગી મિલકત છે. રાણી એલિઝાબેથ દ્વિતિયના વૈભવી જીવનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બકિંગહામ, જ્યાં તે 70 વર્ષ સુધી રહ્યા હતા, ત્યાં 775 રૂમ અને 78 બાથરૂમ છે. એટલું જ નહીં, રાણીના તાજને 2900 કિંમતી પથ્થરોથી શણગારવામાં આવ્યો હતો. આ તાજની કિંમત લગભગ 4500 કરોડ રૂપિયા છે. ભારતનો કોહિનૂર હીરો પણ આ તાજમાં જડાયેલો છે. જો તમે તાજ સાથે અન્ય કિંમતી પથ્થરોની કિંમત ઉમેરો તો તે લગભગ 31 હજાર કરોડ રૂપિયા છે. આટલું જ નહીં, એલિઝાબેથ પાસે અલગ-અલગ રંગોની 200થી વધુ હેન્ડબેગ હતી, રાણી એલિઝાબેથ દ્વિતીયને લેન્ડ રોવર કાર પસંદ હતી જેનું નામ ડિફેન્ડર હતું. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 2020માં શાહી પરિવારની સંપત્તિમાંથી 3.78 હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. જેમાંથી માત્ર 25% શાહી પરિવારમાં ગયા, બાકીના 75% બ્રિટિશ ટ્રેઝરીમાં ગયા.
બ્રિટનના રોયલ ફેમિલીના ઘણા શાહી રિવાજો પણ છે. શાહી પરિવારના આ પરંપરાગત રિવાજો એટલા મજબૂત છે કે તેને તોડવા કોઈપણ માટે મુશ્કેલ છે. જ્યારે બ્રિટનના શાહી પરિવારના સભ્યો પ્રેમમાં પડે છે, ત્યારે લગ્નનો પ્રસ્તાવ મૂકતા પહેલા રાણીની પરવાનગી જરૂરી છે. જો કે, પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ વચ્ચેનો સંબંધ એક અપવાદ છે. વાસ્તવમાં, રાજવી પરિવાર અને રાણી એલિજાબેથએ માટે તૈયાર નહોતા કે પ્રિન્સ હેરી એક એવી સ્ત્રી સાથે લગ્ન કરે જે પહેલેથી જ છૂટાછેડા લઈ ચૂકી છે, પરંતુ હેરી આ સંબંધમાંથી પીછેહઠ કરવા તૈયાર ન હતો અને અંતે રાણીએ તેને મંજૂરી આપી દીધી હતી.
રાજવી પરિવારનો એવો પણ રિવાજ છે કે જાહેર પ્રસંગોમાં રાણી કે રાજાની આગળ કોઈ ન ચાલી શકે. વર્ષ 2028માં એકવખત ડોનાલ્ડ ટ્રંપ આ રીતે ચાલતા રાણીથી આગળ નીકળી ગયા હતા. ત્યારે તેમની ખુબ ટીકા થઇ હતી. મહારાણી એલિજાબેથના પતિ પ્રિન્સ ફિલિપ પણ તેનાથી થોડાક ડગલાં પાછળ ચાલતા હતા. આ ઉપરાંત એવો પણ રિવાજ છે કે રાજવી પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પર રાજપરિવારના તમામ સભ્યો કાળા કપડા પહેરે છે.
Advertisement
Tags :
Advertisement

.