પાણી ભરતા લોકો જોયા હશે પણ ભરૂચમાં તેલ ભરવા માટે વાસણો લઈને ગામ ઉમટીયુ..
ભરૂચ નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ માંડવા પાટીયા નજીક ટ્રક અને ટેન્કરને અકસ્માત નડ્યો હતો જેમાં અકસ્માત સર્જાયેલા એક વાહનમાં તેલનો જથ્થો હોવાના કારણે તેલ રોડ ઉપર રેલાઈ રહ્યું હતું અને રેલાયેલા તેલ અને વાહનમાંથી પડતી તેલની જરૂરી મારફતે પોતાના વાસણોમાં તેલ ભરવા માટે ગામ ઉમટી પડ્યો હતો અને રોડ ઉપર રેલાયેલા તેલને પણ કેટલાય લોકો ખોબે ખોબે ભરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળતા ગુજરાતની સાàª
ભરૂચ નેશનલ હાઇવે ૪૮ ઉપર આવેલ માંડવા પાટીયા નજીક ટ્રક અને ટેન્કરને અકસ્માત નડ્યો હતો જેમાં અકસ્માત સર્જાયેલા એક વાહનમાં તેલનો જથ્થો હોવાના કારણે તેલ રોડ ઉપર રેલાઈ રહ્યું હતું અને રેલાયેલા તેલ અને વાહનમાંથી પડતી તેલની જરૂરી મારફતે પોતાના વાસણોમાં તેલ ભરવા માટે ગામ ઉમટી પડ્યો હતો અને રોડ ઉપર રેલાયેલા તેલને પણ કેટલાય લોકો ખોબે ખોબે ભરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળતા ગુજરાતની સાચી તસવીર ભરૂચ જિલ્લામાંથી જોવા મળી હતી
ભરૂચ સુરતને જોડતા નેશનલ હાઈવે ૪૮ ઉપર આવેલ માંડવા પાટીયા નજીકથી સુરત તરફથી પામોલીન તેલ ભરેલ ટેન્કર રાજકોટ તરફ જઈ રહ્યુ હતું તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો અને જે વાહનમાં પામોલીન તેલ ભરેલું હતું તેમાંથી તેલ જાહેર માર્ગ ઉપર રેલાઈ રહ્યું હતું અને રોડ ઉપર રહેલા તેલ અને વાહનમાંથી ટપકી રહેલા તેલને વાસણોમાં ભરવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા ગામના લોકોને જે વાસણ મળ્યા તે વાસણો મારફતે રોડ ઉપર રહેલાતું તેલ ભરવાના પ્રયાસો કર્યા હતા અને કેટલાય લોકો જાહેર માર્ગ ઉપર ભરાયેલા તેલના ખાબોચિયાઓમાંથી તેલને હાથના ખોબે ખોબે ઉલેચી પોતાના વાસણોમાં ભરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ મોડલ ગુજરાતની સાચી તસવીર ભરૂચના માંડવા પાટીયા નજીકથી જોવા મળી છે
મોટા પ્રમાણમાં તેલ જાહેર માર્ગો ઉપર ફરી વળ્યું હતું જેના કારણે ટુ-વ્હીલર વાહન ચાલકોને પણ અકસ્માતનું જોખમ ઊભું થયું હતું અકસ્માત અંગેની જાણ કરવામાં આવતા પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે પણ ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ જાહેર માર્ગો ઉપર તેલ ફરી વળવાના કારણે માર્ગ પણ ચીકાશવાળો થઈ જતા વાહનો સ્લીપ થઈ જવાનો ભય ઊભો થયો હતો તો બીજી તરફ ગામના લોકો પણ જાહેર માર્ગો ઉપર ભરાયેલા તેલના ખાબોચિયા માંથી પામોલીન તેલ મેળવવા માટે ભારે દોટ મૂકી હતી
Advertisement