Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનને તમે નહીં જોયો હોય બોલિંગ કરતા, જુઓ તેનો બોલિંગ કરતો વિડીયો

ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ટેસ્ટ ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસેમંદ ગણાતા અને આજની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાની. જીહા, પુજારા બેટિંગની સાથે બોવિંગ પણ જાણે છે. હંમેશા શાંત અને પૂરુ ફોકસ પોતાની રમતમાં રાખ
ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનને તમે નહીં જોયો હોય બોલિંગ કરતા  જુઓ તેનો બોલિંગ કરતો વિડીયો
ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ટેસ્ટ ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસેમંદ ગણાતા અને આજની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાની. જીહા, પુજારા બેટિંગની સાથે બોવિંગ પણ જાણે છે. 
હંમેશા શાંત અને પૂરુ ફોકસ પોતાની રમતમાં રાખનારા ચેતેશ્વર પુજારાને તમે કદાચ ક્યારેય બોલિંગ કરતા જોયો નહીં હોય. પરંતુ તે બોલિંગ કરવાનું જાણે છે. ચેતેશ્વર પુજારા એક લેગ સ્પિનર ​​છે અને તે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. જોકે, તેને બોલિંગ કરવાની વધુ તક નથી મળતી, પરંતુ કેટલાક પ્રસંગોએ તેણે બોલિંગ કરી છે, જોકે તેઓ તેટલા સફળ થયા નથી જેટલા બેટિંગમાં થયા  છે. ચેતેશ્વરનો બોલિંગ કરતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ચેતેશ્વર પુજારા હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે, જ્યાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે ચેતેશ્વર પુજારાએ એક જ ઓવર કરી હતી, પરંતુ તેની લેગ સ્પિન કળા ઘણા લોકોએ જોઈ. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ઓવર પણ કરી છે. તે સમયે પણ તેણે માત્ર એક જ મેચમાં માત્ર એક જ ઓવર નાખી હતી. કદાચ એવું બન્યું હશે કે બોલરનો એન્ડ બદલવા માટે તેને બોલિંગ કરાવવામાં આવી હોય.
Advertisement

હાલમાં, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં, ચેતેશ્વર પુજારાએ સસેક્સ તરફથી લેસ્ટરશાયર સામે બોલિંગ કરી. ચેતેશ્વર પુજારાએ એક ઓવર કરી, જેમાં કુલ 8 રન ખર્ચાયા અને તેને કોઈ સફળતા મળી ન હતી. તેની બોલિંગમાં બેટ્સમેન બિટ પણ નહોતો થઇ રહ્યો કારણે બોલ વધુ સ્પિન નહોતો થઇ રહ્યો. લાંબા સમય પછી બોલિંગ કરવું એ અઘરું કામ છે અને ટર્ન મેળવવો એ એક મોટું કામ છે.
Tags :
Advertisement

.