Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સોલોગેમી'નો અર્થ સમજવા માટે તમે આ મૂવીઝ અને સિરીઝ જોઇ શકો છો

પાછલા કેટલાંક દિવસથી માધ્યમોમાં એક શબ્દ બહુ ચર્ચાઇ રહ્યો છે, જે છે 'સોલોગેમી' તેનું કારણ એ છે કે હાલમાં ગુજરાતના વડોદરાની ક્ષમા બિંદુ નામની એક યુવતીએ સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી છે. જો કે પશ્ચિમી દેશોમાં આવાં ઘણાં કિસ્સાઓ નોંધાયા છે, પરંતુ ભારતમાં સોલોગેમીનો આ પહેલો કિસ્સો છે. વિદેશમાં આ વિષય પર ઘણી ફિલ્મો અને સિરિઝો પણ બની છે. જો તમે ખરેખર સોલોગેમીની પરિભાષાને સમજવા માંગો છો àª
 સોલોગેમી નો અર્થ સમજવા માટે તમે આ મૂવીઝ અને સિરીઝ જોઇ શકો છો
પાછલા કેટલાંક દિવસથી માધ્યમોમાં એક શબ્દ બહુ ચર્ચાઇ રહ્યો છે, જે છે 'સોલોગેમી' તેનું કારણ એ છે કે હાલમાં ગુજરાતના વડોદરાની ક્ષમા બિંદુ નામની એક યુવતીએ સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી છે. જો કે પશ્ચિમી દેશોમાં આવાં ઘણાં કિસ્સાઓ નોંધાયા છે, પરંતુ ભારતમાં સોલોગેમીનો આ પહેલો કિસ્સો છે. વિદેશમાં આ વિષય પર ઘણી ફિલ્મો અને સિરિઝો પણ બની છે. જો તમે ખરેખર સોલોગેમીની પરિભાષાને સમજવા માંગો છો તો તમારે આ ફિલ્મો જરુર જોવી જોઇએ. 

શું છે મામલો 
વડોદરાની ક્ષમા બિંદુ લગ્ન કરવા તો જઈ રહી છે, પણ આ લગ્નમાં કોઈ વર નથી, માત્ર કન્યા જ છે ! હા આ વાત ખરેખર સાચી છે. તાજેતરના અહેવાલો અનુસાર તેણે પોતાના લગ્નની શોપીંગ પણ કરી દીધી છે. તેણે 50થી વધુ પંડિતોનો સંપર્ક કર્યો પણ કોઇ પણ પંડિત તેેના શાસ્ત્રોક્ત લગ્ન કરવા માંગતા નથી કારણકે તેમનો દાવો છે કે આવા લગ્નનો કોઇ ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ નથી. તેથી તેણે ઓનલાઇન વિડિયોની મદદથી 11 જૂને 24 વર્ષની ક્ષમા આ  લગ્ન કરવા જઈ રહી છે. આવા લગ્નને 'સોલોગેમી' કહે છે. 


આઇ મી વેડ
આ ફિલ્મ ઈસાબેલ ડાર્ડન નામની મહિલા પર આધારિત છે. ઇસાબેલ એક સારા જીવનસાથીની શોધમાં છે. પરંતુ બાદમાં જીવનમાં આવેલા  પરિવર્તનો અને અમુક સંજોગોને કારણે તે પોતે જ પોતાની જાત સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. આ ફિલ્મ ઘણી જ રસપ્રદ છે.


'ગ્લી'
'ગ્લી' એ આ નાનના ક્લબના લોકોના જીવન પર આધારિત ફિલ્મ છે, આ ક્લબના મેમ્બર્સ સમાજના વિવિધ મુદ્દાઓને પોતાની રીતે ઉકેલે છે. Gliએ અમેરિકન મ્યુઝિકલ કોમેડી ડ્રામા ટીવી સિરિઝ છે. આ સિરિઝ અમેરિકન ચેનલ ફોક્સ નેટવર્ક પર 2009 થી 2015 દરમિયાન ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.

રોઝા'સ વેડિંગ
'રોઝા'સ વેડિંગ' ફિલ્મ મુખ્ય પાત્ર રોઝા પર આધારિત છે. રોઝા એક મહિલા છે જે તેના કામ અને તેના પરિવારની મુશ્કેલી વચ્ચે ફસાયેલી છે. બાદમાં તે પોતાની જાત સાથે લગ્ન કરીને પોતાનું જીવન જીવવાનું નક્કી કરે છે. આ એક સ્પેનિશ કોમેડી ફિલ્મ છે.
Advertisement
Tags :
Advertisement

.