Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૌની રોયની આ તસવીરો જોઇ તમે પણ વખાણ કર્યા વિના નહીં રહીં શકો

મૌની રોય એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને એક મોડલ છે. તે હવે મુખ્યત્વે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. કલર્સ ચેનલ પર પ્રસારિત થતી 'નાગિન' નામની ટીવી સિરિયલ કર્યા બાદથી તેની લોકપ્રિયતા વધી છે.મૌનીનું સાચું નામ મૌની રોય છે, વળી તેનું ઉપનામ માન્યા, સોમ છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985એ થયો હતો. પડદા પર આવતા પહેલા તે એક સામાન્ય છોકરી દેખાતી હતી. પરંતુ આજે તે ખૂબ જ સુંદર દેખાય છે. મૌની રોય બંગાળી à
મૌની રોયની આ તસવીરો જોઇ તમે પણ વખાણ કર્યા વિના નહીં રહીં શકો
મૌની રોય એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને એક મોડલ છે. તે હવે મુખ્યત્વે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. કલર્સ ચેનલ પર પ્રસારિત થતી 'નાગિન' નામની ટીવી સિરિયલ કર્યા બાદથી તેની લોકપ્રિયતા વધી છે.
મૌનીનું સાચું નામ મૌની રોય છે, વળી તેનું ઉપનામ માન્યા, સોમ છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985એ થયો હતો. પડદા પર આવતા પહેલા તે એક સામાન્ય છોકરી દેખાતી હતી. પરંતુ આજે તે ખૂબ જ સુંદર દેખાય છે. 
મૌની રોય બંગાળી પરિવારની છે. મૌની એક શાનદાર ડાન્સર છે અને તે સારું ગાય પણ છે. મૌનીએ ટીવી સીરિયલો કરી છે અને થોડા વર્ષોથી તે ફિલ્મો કરી રહી છે. મૌની રોયના પિતાનું નામ અનિલ રોય છે. મૌની રોયની માતાનું નામ મુક્તિ રોય છે. મૌની રોયનો એક નાનો ભાઈ છે જેનું નામ મુખર રોય છે.
2006 માં, તેણીએ તેની પ્રથમ સીરીયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' કરી હતી. 2008માં તેણે 'કસ્તુરી' નામની સીરિયલ કરી હતી. આ સીરિયલમાં તેણે શિવાની સબ્બરવાલનું પાત્ર ભજવ્યું હતું.
2010માં તેણે 'દો સહેલીયાં' નામની સીરિયલ કરી હતી. આ સીરિયલમાં તેણે રૂપની ભૂમિકા ભજવી હતી. 2010 માં, તેણે 'ssshh... ફિર કોઈ હૈ- તૃત્ય' નામની બીજી સિરિયલ કરી હતી. આ સીરિયલમાં તેણે કોએનાનું પાત્ર ભજવ્યું હતું.
2011માં તેણે 'દેવોં કે દેવ મહાદેવ' નામની સીરિયલ કરી હતી. આ સીરિયલમાં તેણે સતીનું પાત્ર ભજવ્યું હતું. 2012માં તેણે 'જુનૂન- ઐસી નફરત તો કૈસા ઇશ્ક' નામની સીરિયલ કરી હતી. તેણે આ સીરિયલમાં મીરાનો રોલ કર્યો હતો.
2015માં તેણે 'નાગિન' નામની સીરિયલ કરી હતી. આ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. તેણે આ સીરિયલમાં શિવન્યાનું પાત્ર ભજવ્યું હતું. 2016માં તેણે 'નાગિન 2' નામની સીરિયલ કરી હતી. તેણે આ સીરિયલમાં શિવાંગીનું પાત્ર ભજવ્યું હતું.
મૌનીએ 'કહો ના પ્યાર હૈ', 'જરા નચકે દેખ', 'પતિ પત્ની ઔર વો', 'ઝલક દિખલા જા 7' અને 'લિપ સિંગ બેટલ' જેવા કેટલાક રિયાલિટી શો કર્યા છે. તે 'જરા નચકે દિખા'ની વિજેતા રહી ચુકી છે.
2011માં તેણે 'હીરો હિટલર ઇન લવ' નામની પહેલી ફિલ્મ કરી હતી. આ ફિલ્મ પંજાબી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે સાહિબાનની ભૂમિકા ભજવી હતી. મૌની રોયે 2018માં ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે મોનોબિના દાસની ભૂમિકા ભજવી હતી.
2019 માં, તેણે તેની આગામી ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર' કરી. આ ફિલ્મમાં તેણે શ્રદ્ધા શર્મા અને પારુલની ભૂમિકા ભજવી હતી. 2019માં તેણે 'મેડ ઇન ચાઇના' નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં તેણે રુક્મિણી મહેતાની ભૂમિકા ભજવી હતી.
2020 માં તેણે 'લંડન કોન્ફિડેન્શિયલ' નામની ZEE5 ફિલ્મ કરી. આ ફિલ્મમાં તેણે ઉમા કુલકર્ણીની ભૂમિકા ભજવી હતી. મૌનીએ 2016માં નાગિન સીરિયલ માટે દેશ કી ધડકન - બેસ્ટ એક્ટ્રેસ માટે ITA એવોર્ડ જીત્યો હતો. 2017 માં, તેણીએ સીરિયલ નાગીન સીઝન 2 માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ગોલ્ડન પેટલ એવોર્ડ જીત્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.