ટાઈપ કર્યા વગર કોઈને પણ મોકલી શકો છો Whatsapp Message, ફોલો કરો આ Steps
આજે મોટાભાગના કામ વોટ્સએપથી થતાં જોવા મળી રહયા છે. જે પછી ચેટિંગ હોય કે ઓડિયો કે વિડીયો કોલ. જો કે ક્યારેક તમારી સાથે એવું બન્યું છે કે તમારે કોઈને મેસેજ કરવો હોય, પણ તમને ટાઈપ કરવાનું મન ન થાય. તેમાં પણ ખાસ કરીને જ્યારે તમારે સામેના લોકોને મોટો મેસેજ મોકલવો હોય અને આંગળીઓમાં દુખાવો ન આપવો હોય. ત્યારે તમને એવું જ લાગે કે આમના કરતાં ફોન કરીને જ વાત કરવી લેવી જોઈએ.પરંતુ શું તમે જà
Advertisement

આજે મોટાભાગના કામ વોટ્સએપથી થતાં જોવા મળી રહયા છે. જે પછી ચેટિંગ હોય કે ઓડિયો કે વિડીયો કોલ. જો કે ક્યારેક તમારી સાથે એવું બન્યું છે કે તમારે કોઈને મેસેજ કરવો હોય, પણ તમને ટાઈપ કરવાનું મન ન થાય.
તેમાં પણ ખાસ કરીને જ્યારે તમારે સામેના લોકોને મોટો મેસેજ મોકલવો હોય અને આંગળીઓમાં દુખાવો ન આપવો હોય. ત્યારે તમને એવું જ લાગે કે આમના કરતાં ફોન કરીને જ વાત કરવી લેવી જોઈએ.પરંતુ શું તમે જાણો છો કે ટાઈપ કર્યા વિના પણ માત્ર બોલીને જ મેસેજ મોકલી શકાય છે. આ એક ટ્રીક છે જેની મદદથી તમે તેઓ સરળતાથી ટાઈપ કર્યા વગર મેસેજ મોકલી શકો છો. તો ચાલો જણાવી કે આવું કેવી રીતે થાય...
ટાઈપ કર્યા વગર આ રીતે મોકલો Whatsapp Message:
1. વોટ્સએપ ખોલીને તમે પહેલા તે વ્યક્તિની ચેટ ખોલો જેને તમે મેસેજ મોકલવા માંગો છો.
2. કીબોર્ડ ઓપન કર્યા પછી તમને માઇક્રોફોનનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવાથી તમારો માઇક્રોફોન એક્ટિવ થઈ જશે.
3. યાદ રાખો કે આ માઇક્રોફોન કેમેરા આઇકન પાસે નથી, તેની નીચે પણ એક આઇકોન છે. તેનાથી આ ફીચર કામ કરશે.
4. GIFની પાસે જ એક પ્લસની સાઈન આવે છે, ત્યાં તમને આ માઈક્રોફોન મળશે.
5. તમે જે પણ બોલશો તે ટાઈપ થવા લાગશે. તમે તે લાઇન સંપૂર્ણ રીતે લખ્યા પછી મોકલી શકો છો.