Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

You are my best friend, શ્વાન અને બાળકની આ અતૂટ મિત્રતા જોઈ લો તમે પણ

સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે. જે જોઈને આપણે હસવાનું રોકી શકીએ નહીં તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે જે આપણા દિલને સ્પર્શી પણ જતા હોય છે .આજ -કાલ  સોશિયલ મીડિયા પર પ્રાણીના વિડીયો  વધુ વાયરલ થતાં  હોય છે. તેમાં પણ ખાસ કરીને શ્વાનના વિડીયો  વધુ વાયરલ  થતાં  હોય છે.  પà«
you are my best friend  શ્વાન અને બાળકની આ અતૂટ મિત્રતા જોઈ લો તમે પણ
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયો વાયરલ થતાં હોય છે. જે જોઈને આપણે હસવાનું રોકી શકીએ નહીં તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે જે આપણા દિલને સ્પર્શી પણ જતા હોય છે .
આજ -કાલ  સોશિયલ મીડિયા પર પ્રાણીના વિડીયો  વધુ વાયરલ થતાં  હોય છે. તેમાં પણ ખાસ કરીને શ્વાનના વિડીયો  વધુ વાયરલ  થતાં  હોય છે.  પ્રાણીઓમાં મનુષ્યનો સૌથી વિશેષ સંબંધ શ્વાન સાથે છે. એકવાર કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પર શંકા કરી શકે છે, પરંતુ તે આંખો બંધ કરીને પણ શ્વાન પર વિશ્વાસ કરે છે. શ્વાન પણ મનુષ્યની સૌથી નજીક હોય છે અને હંમેશા તેમના પ્રત્યે વફાદાર હોય છે આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર માણસો અને શ્વાનઓના શ્રેષ્ઠ વિડીયો  વાયરલ થાય છે.
Advertisement

તાજેતરમાં આવો જ એક અન્ય  વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે એક બાળક અને શ્વાનની મિત્રતા જોશો. આ વિડીયોમાં તમે બંને વચ્ચે માત્ર મિત્રતા જ નહીં પરંતુ અતૂટ પ્રેમ જોશો. બંને એકબીજાને એવી રીતે મળે છે કે જાણે લાંબા સમયથી છૂટા પડ્યા હોય.
આ સુંદર વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Standardpuppies નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 2 ઓગસ્ટે શેર કરાયેલા આ  વિડીયોને અત્યાર સુધીમાં 1.7 મિલિયન વખત જોવામાં આવ્યો છે. 77 હજારથી વધુ યુઝર્સે પણ આ વિડીયોને  લાઈક કર્યો છે. આ વિડીયોને ઈન્ટરનેટ પર લોકો એટલો પસંદ કરી રહ્યા છે કે 9 હજારથી વધુ લોકોએ તેને રી-ટ્વીટ કર્યો છે.
Tags :
Advertisement

.