Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુપીમાં યોગી ફરી એકશનમાં, હવે રોમિયોની ખેર નથી

ઉત્તર પ્રદેશમાં લગાતાર બીજી વખત મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથે નવરાત્રીના પ્રારંભે મહિલા સુરક્ષા ના મુદ્દા પર બેઠક યોજી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચીત કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓને તમામ સ્કુલ અને કોલેજોની બહાર એન્ટી રોમિયો સ્ક્વોર્ડ ને ફરીથી સક્રિય કરવાના આદેશો આપ્યા હતા. નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્àª
07:09 AM Apr 01, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશમાં લગાતાર બીજી વખત મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથે નવરાત્રીના પ્રારંભે મહિલા સુરક્ષા ના મુદ્દા પર બેઠક યોજી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચીત કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે પોલીસ અધિકારીઓને તમામ સ્કુલ અને કોલેજોની બહાર એન્ટી રોમિયો સ્ક્વોર્ડ ને ફરીથી સક્રિય કરવાના આદેશો આપ્યા હતા. 
નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે યોગી આદિત્યનાથે  કહ્યું હતું કે નવરાત્રીના પહેલાં જ દિવસથી પોલીસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે. દિકરીઓની સુરક્ષા માટે સ્કુલ અને કોલેજોની બહાર એન્ટી રોમિયો સ્ક્વોર્ડને સક્રિય કરવામાં આવે. સાથે સાથે પોલીસની ટીમો બજાર અને ભીડભાડવાળા સ્થળોએ પણ જઇને ફૂટ પેટ્રોલીંગ કરે અને લોકોને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવે. મુખ્યમંત્રીએ ચોમાસા દરમિયાન પડતી વીજળી પડવાની  થતી દુર્ઘટનાઓ રોકવા માટે પણ કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી હતી. 
ઉલ્લેખનિય છે કે યોગી આદિત્યનાથે પોતાના મુખ્યમંત્રી તરીકેના પહેલા કાર્યકાળમાં પણ એન્ટી રોમિયો સ્ક્વોર્ડને ઉત્તેજન આપ્યું હતું. જેની સર્વત્ર ચર્ચાઉભી થઇ હતી. યુપીની તાજેતરની ચૂંટણીમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. 
Tags :
antiromiosquardGujaratFirstUttarPradeshyodiaadityanath
Next Article