ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે યોગી આદિત્યનાથ, PM મોદી સહિત સોનિયા ગાંધી અને અખિલેશ યાદવને પણ આમંત્રણ

યોગી આદિત્યનાથ 25 માર્ચે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 25 માર્ચે સાંજે 4 વાગે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત વિપક્ષના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને પણ આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ શપથ ગ્રહણમાં હાજરી આપવા માટે આમંત્રિત કરà
03:54 PM Mar 18, 2022 IST | Vipul Pandya

યોગી આદિત્યનાથ 25 માર્ચે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 25 માર્ચે સાંજે 4 વાગે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં
પીએમ મોદી સહિત વિપક્ષના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહમાં
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી
, મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને પણ
આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ શપથ ગ્રહણમાં
હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં શાનદાર જીત પછી હવે યોગી આદિત્યનાથ ફરી એકવાર
મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ શપથ સમારોહને ભવ્ય બનાવવા માટે તમામ
તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમારોહ લખનૌના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ
સ્ટેડિયમમાં યોજાશે.
 કહેવામાં આવી રહ્યું છે કે આ શપથ સમારોહમાં 45 હજાર લોકો સામેલ થઈ શકે છે. 200થી વધુ વીવીઆઈપીની
યાદી પણ તૈયાર કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ યોગીના શપથ સમારોહમાં વિપક્ષના નેતાઓને પણ
આમંત્રિત કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી
પ્રિયંકા ગાંધીરાહુલ ગાંધી, મુલાયમ સિંહ યાદવઅખિલેશ યાદવમાયાવતી સહિત વિપક્ષના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ
બધા ઉપરાંત રાજ્યભરમાંથી એવા લાભાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે જેમને કેન્દ્ર અને
રાજ્ય સરકારની નીતિઓનો લાભ મળ્યો છે.

  

Tags :
AkhileshYadavCMofUttarPradeshGujaratFirstMarch25PMModiSoniaGandhiYogiAdityanath
Next Article