Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પૂછતા, બાબા તપી ગયા

એવું કહેવામાં આવે છે કે સન્યાસી પોતાના પર સંપૂર્ણ કાબુ મેળવી ચુક્યા હોય છે ત્યારે બીજી તરફ પોતાને સન્યાસી કહેનાર બાબા રામદેવ આજે પોતાની જીભ પરનો કાબુ ગુમાવી બેઠા અને પત્રકારને એક સન્યાસીની રીતે નહિ પરંતુ એક ગુંડા માફક ધમકાવ્યો છે. પટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન જ્યારે યોગ ગુરુ બાબા રામદેવને એક પત્રકાર દ્વારા આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે બાબા રામàª
પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પૂછતા  બાબા તપી ગયા
એવું કહેવામાં આવે છે કે સન્યાસી પોતાના પર સંપૂર્ણ કાબુ મેળવી ચુક્યા હોય છે ત્યારે બીજી તરફ પોતાને સન્યાસી કહેનાર બાબા રામદેવ આજે પોતાની જીભ પરનો કાબુ ગુમાવી બેઠા અને પત્રકારને એક સન્યાસીની રીતે નહિ પરંતુ એક ગુંડા માફક ધમકાવ્યો છે. પટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન જ્યારે યોગ ગુરુ બાબા રામદેવને એક પત્રકાર દ્વારા આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે બાબા રામદેવ એ ઉગ્ર થઇ બેઠા અને પત્રકાર પર પોતાનો ગુસ્સો ઠાલવી બેઠા.
હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે બાબા રામદેવને મીડિયામાં તેમના એક નિવેદન વિશે સવાલ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તમે કહ્યું હતું કે, લોકોએ એવી સરકાર પસંદ કરવી જોઈ એ કે જે પેટ્રોલના 40 રૂપિયા અને સિલિન્ડર દીઠ 300 રૂપિયા આપે. હવે તમારે આ મામલે શું ક્હેવું છે? 
રામદેવે કહ્યું, "હા, મેં કહ્યું હતું, તમે શું કરી શકો? આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે કોન્ટ્રાક્ટર છું? તમે જે પૂછશો અને હું જવાબ આપીશ. જ્યારે પત્રકારે ફરી પ્રશ્ન કર્યો અને કહ્યું કે તમે તમામ ટીવી ચેનલોમાં આવી બાઈટ આપી છે. તો રામદેવે પત્રકાર તરફ ઈશારો કરતા કહ્યું કે, "મેં આપ્યું અને હવે હું નથી આપતો. કરી લે, તમે શું કરશો. ચૂપ રહો. હવે સામેથી પૂછશો તો તે યોગ્ય નથી. એકવાર કહ્યું. બસ. તું સભ્યતા વાળા માતા પિતાનો પુત્ર હોઈ શકે છે. 
રામદેવે કહ્યું કે દરેકે વધુ મહેનત કરવી જોઈએ. સરકાર કહે છે કે તેલની કિંમત ઓછી હશે તો ટેક્સ નહીં મળે.  દેશ કેવી રીતે ચલાવશે.  સેનાને કેવી રીતે ચૂકવણી કરશે?,  રસ્તો કેવી રીતે બનાવશે? હા, ફુગાવો ઘટવો જોઈએ, હું સંમત છું. બંને બાજુ છે. પરંતુ વધુ મહેનત કરો. હું સન્યાસી હોવા છતાં  સવારે ચાર વાગ્યે ઉઠું છું અને રાત્રે દસ વાગ્યા સુધી કામ કરું છું.
Advertisement
Tags :
Advertisement

.