નેપાળમાં યતિ એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 68 યાત્રીઓ હતા સવાર, અત્યાર સુધી મળ્યા 36 મૃતદેહ
નેપાળમાં પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે.. યતિ એરલાઇન્સનું એક પ્લેન ક્રેશ થવાના સમાચાર મળ્યા છે.. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઇ રહ્યું હતું.. યતિ એરલાઇન્સનું ATR 72નું વિમાન ક્રેશ થયું. વિમાનમાં કુલ 68 યાત્રીઓ અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.વિમાન પોખરા નજીક નદીમાં પડ્યુ હતું.અહેવાલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ અકસ્માત બાદ ધુમાડાના ગોટેગોટા જોયા હતા. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે ઘટી હોવાનà
નેપાળમાં પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે.. યતિ એરલાઇન્સનું એક પ્લેન ક્રેશ થવાના સમાચાર મળ્યા છે.. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઇ રહ્યું હતું.. યતિ એરલાઇન્સનું ATR 72નું વિમાન ક્રેશ થયું. વિમાનમાં કુલ 68 યાત્રીઓ અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા.વિમાન પોખરા નજીક નદીમાં પડ્યુ હતું.
Advertisement
અહેવાલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ અકસ્માત બાદ ધુમાડાના ગોટેગોટા જોયા હતા. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે ઘટી હોવાનું માનવામાં આવે છે. કાઠમંડુમાં હવામાન ખરાબ હતું અને યતી એરલાઇનના ATR-72 વિમાને સમયસર ઉડાન ભરી હતી. કેપ્ટન કમલ કેસી આ પ્લેન ઉડાવી રહ્યા હતા. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક અધિકારી ગુરુદત્ત ધકલે એએફપીને જણાવ્યું હતું કે કાટમાળમાં આગ લાગી હતી અને બચાવકર્મીઓ તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુ દત્ત ધકલે કહ્યું, "બચાવ ટીમો અને બચાવ કાર્યકર્તાઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ એજન્સીઓ પહેલા આગને કાબૂમાં લેવા અને મુસાફરોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેની વિગત હજુ સુધી સામે આવી નથી.
આ પણ વાંચોઃ દેવાળીયું શ્રીલંકા સૈનિકોની સંખ્યા ઘટાડશે, જંગી કર લાદવા છતા કર્મચારીઓને પેન્શન ચૂકવવા પણ નથી પૈસા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.