Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોની જેવી ચપળ છે યાસ્તિકા, શ્રીલંકાના Batterને રન આઉટ કરી સૌ કોઇને ચોંકાવ્યા, Video

સોમવારે ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ જીત માટે માત્ર 25.4 ઓવરમાં જરૂરી 174 રન બનાવ્યા હતા. ભારતે ટોસ જીતીને યજમાન શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી રેણુકા સિંહે ચાર અને મેઘના સિંહ અને દીપ્તિ વર્માએ
ધોની જેવી ચપળ છે યાસ્તિકા  શ્રીલંકાના batterને રન આઉટ કરી સૌ કોઇને ચોંકાવ્યા  video
સોમવારે ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ જીત માટે માત્ર 25.4 ઓવરમાં જરૂરી 174 રન બનાવ્યા હતા. 
ભારતે ટોસ જીતીને યજમાન શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી રેણુકા સિંહે ચાર અને મેઘના સિંહ અને દીપ્તિ વર્માએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં ભારતીય જોડીએ શાનદાર બેટિંગ કરી હતી. સ્મૃતિ 94 અને શેફાલી વર્મા 71 રને અણનમ રહી હતી. આ મેચને ટીમ ઈન્ડિયાએ આસાનીથી પોતાના નામે કરી હતી. વળી આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મહત્વનું છે કે, મેચ દરમિયાન કઇંક એવું બન્યું હતુ કે સૌ કોઇને ધોનીની યાદ આવી ગઇ હતી. 
જીહા, ટીમના વિકેટ કીપર બેટર યાસ્તિકા ભાટિયા સોશિયલ મીડિયા પર હાલમાં છવાયેલી છે અને તેનું કારણ મેચ દરમિયાન કરવામાં આવેલ રન આઉટ છે. વાસ્તવમાં, શ્રીલંકાની બેટિંગ દરમિયાન યાસ્તિકા ભાટિયાએ 'ધોની સ્ટાઈલ'માં રન આઉટ કરી ચર્ચામાં બની રહી હતી. યાસ્તિકાની આ ચપળતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના આ રન આઉટ કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દરેક તેની તુલના ધોની સાથે કરી રહ્યા છે. યસ્તિકા ભાટિયાએ શ્રીલંકન ખેલાડી અનુષ્કાને રન આઉટ કરી હતી.
Advertisement

મહત્વનું છે કે, આ ઘટના શ્રીલંકાની ઈનિંગની 23મી ઓવરની છે, જ્યારે અનુષ્કા દીપ્તિ શર્માની ઓવરના બીજા બોલનો બચાવ કરતી વખતે ક્રિઝની બહાર ચાલી ગઈ હતી. વિકેટની પાછળ યાસ્તિકાએ અનુષ્કાને ક્રિઝમાંથી બહાર આવતી જોઈ. આ પછી, યાસ્તિકાએ તુરંત જ બોલને પકડી લીધો અને તેને સ્ટમ્પ પર માર્યો. ટીમે આઉટની અપીલ કરી અને અમ્પાયરે ટીવી અમ્પાયરને આ નિર્ણય લેવા માટે કોલ રેફર કર્યો અને રિપ્લેમાં અનુષ્કાને આઉટ બતાવવામાં આવી. આ રનઆઉટ બાદ મેદાન પરના અમ્પાયર અને બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ યાસ્તિકાની વિકેટકીપિંગની પ્રશંસા કરી રહી છે.
Tags :
Advertisement

.