ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Yastika Bhatiaને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી, વડોદરાની વિકેટકીપર બની કરોડપતિ

ભારતીય ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયા પર મહિલા પ્રીમિયર લીગ ઓક્શનમાં ધનવર્ષા થઈ છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકાએ 40 લાખ રુપિયા બેઝ પ્રાઈસ સાથે મહિલા પ્રીમિયર લીગના ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જોકે તેના માટે ગુજરાત જાન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઓક્શનમાં સ્પર્ધા જામી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ યાસ્તિકાને પોતાની સાથે જોડવામાં સફળ રહી હતી. મુંબઈ ટીમે યાસ્તàª
11:46 AM Feb 13, 2023 IST | Vipul Pandya

ભારતીય ટીમની વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયા પર મહિલા પ્રીમિયર લીગ ઓક્શનમાં ધનવર્ષા થઈ છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકાએ 40 લાખ રુપિયા બેઝ પ્રાઈસ સાથે મહિલા પ્રીમિયર લીગના ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જોકે તેના માટે ગુજરાત જાન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઓક્શનમાં સ્પર્ધા જામી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ યાસ્તિકાને પોતાની સાથે જોડવામાં સફળ રહી હતી. મુંબઈ ટીમે યાસ્તિકાનુ નામ જાહેર થવા સાથે જ રસ દાખવવો શરુ કર્યો હતો. તેના માટે ગુજરાત જાયન્ટ્સે પણ પોતાની સાથે જોડવા માટે પ્રયાસ જારી રાખ્યો હતો.


પાકિસ્તાન સામે ઓપનરની ભૂમિકામાં જોવા મળી

યાસ્તિકા ભાટીયા હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલ મહિલા ટી20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 મેચનો તે હિસ્સો રહી હતી અને સ્મૃતિ મંધાના ઈજાને લઈ બહાર હોઈ ઓપનર તરીકે જવાબદારી નિભાવી હતી. ટીમ ઈન્ડિયામાં યાસ્તિકાને પાકિસ્તાન સામે વિકેટકીપરના બદલે બેટર તરીકે સામેલ કરવામાં આવી હતી. જેમાં તેણે ઓપનીંગ કરતા 17 રનની ઈનીંગ રમી હતી. આ સાથે જ તેણે શાનદાર ફિલ્ડીંગ કરીને સૌનુ ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2021ના સપ્ટેમ્બરમાં કર્યુ  હતુ. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયા વતી ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યુ હતુ. ત્યાર બાદ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. યાસ્તિકાને માટે મહિલા લીગ મહત્વનુ પ્લેટફોર્મ ખુદને સાબિત કરવા માટે મળ્યુ ગઈ શકાશે.

યાસ્તિકાનુ ટી20 કરિયર

વડોદરાની વિકેટકીપર બેટર યાસ્તિકા હરીશભાઈ ભાટીયા અત્યાર સુધીમાં 14 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવે છે. જેમાં તેણે 9 ઈનીંગ રમીને 142 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 35 રન નોંધાયો છે. યાસ્તિકાએ આ રન 15.77 ની એવરેજથી નોંધાવ્યા છે. વિકેટકીપર બેટરનો સ્ટ્રાઈક રેટ આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટમાં 86.58નો રહ્યો છે. વિકેટકીપીંગની વાત કરવામાં આવે તો, 4 સ્ટંપીંગ અને 4 કેચ તેણે ઝડપ્યા છે.


વિશ્વકપ મેચમાં તેને ઓપનિંગની પણ ભૂમિકા આપવામાં આવી હતી

વનડે ક્રિકેટમાં 19 મેચ રમીને 478 રન અત્યાર સુધીમાં નોંધાવ્યા છે. આ દરમિયાન યાસ્તિકાએ 4 અડધી સદી નોંધાવી છે. ડાબોડી બેટર યાસ્તિકા મિડલ ઓર્ડરમાં દમદાર રમત રમે છે. તે આક્રમક અંદાજમાં રમવાની ક્ષમતા ધરાવે છે. ટી20 વિશ્વકપ મેચમાં તેને ઓપનિંગની પણ ભૂમિકા આપવામાં આવી હતી. જ્યાં તેણે આવા જ અંદાજથી પાકિસ્તાન સામે રમતની શરુઆત કરી હતી.

આપણ  વાંચો-  હરમનપ્રીત કૌર બની મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો, MIએ આટલા કરોડમાં ખરીદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BarodaCricketGujaratFirstMumbaiIndiansVadodaraWomensCricketYastikaBhatia
Next Article