આ પાકિસ્તાની છોકરીના પ્રેમમાં પાગલ હતો યાસીન મલિક, સજાને લઈને પાકિસ્તાનમાં હોબાળો
યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિક તેના પતિ વિશે ખુલ્લેઆમ સપોર્ટ કરી રહી છે. સાથે જ યાસીનની બહેન આજે કુરાન વાંચતી જોવા મળી તો તેની પાકિસ્તાની પત્ની પોતાના પતિને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી રહી છે. યાસીન મલિક અને મુશાલના લગ્ન 2009માં થયા હતા. 2012માં બંનેને એક પુત્રી થઇ જેનું નામ રઝિયા સુલતાન છે. મુશાલ યાસીન કરતા 20 વર્ષ નાની છે. યાસીન મલિક જમ્મુ-કાશ્મીરમાં આતંકની દહ્
યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિક તેના પતિ વિશે ખુલ્લેઆમ સપોર્ટ કરી રહી છે. સાથે જ યાસીનની બહેન આજે કુરાન વાંચતી જોવા મળી તો તેની પાકિસ્તાની પત્ની પોતાના પતિને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી રહી છે.
યાસીન મલિક અને મુશાલના લગ્ન 2009માં થયા હતા. 2012માં બંનેને એક પુત્રી થઇ જેનું નામ રઝિયા સુલતાન છે. મુશાલ યાસીન કરતા 20 વર્ષ નાની છે. યાસીન મલિક જમ્મુ-કાશ્મીરમાં આતંકની દહ્શત ફેલાવનાર, હથિયારોના આધારે ઘાટીમાં આતંક ફેલાવનાર કાશ્મીરની આઝાદીની હિમાયત કરતો રહ્યો છે. આજે એ જ યાસીન મલિકને કોર્ટે આજીવન કેદની સજા સાથે 10લાખ રુપિયા દંડની સજા ફરમાવાઇ છે. મલિકની સજાને લઈને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
કોણ છે મુશાલ હુસૈન
યાસીન મલિકની પત્ની મુશલ હુસૈન મલિક1986માં જન્મેલા મુશાલ હુસૈન પાકિસ્તાનના કરાચીની છે. તે પાકિસ્તાનના ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવે છે. યાસીન મલિક અને મુશાલના લગ્ન 2009માં થયા હતા. 2012માં બંનેને એક પુત્રી હતી જેનું નામ રઝિયા સુલતાન છે. મુશાલ યાસીન કરતા 20 વર્ષ નાની છે. મુશલ હુસૈનના પિતા એમએ હુસૈન જાણીતા અર્થશાસ્ત્રી હતા. જ્યારે મુશાલની માતા રેહાના પાકિસ્તાની મુસ્લિમ લીગની નેતા રહી ચુકી છે. મુશાલનો અમેરિકામાં ભાઈવિદેશ નીતિ વિશ્લેષક છે.
યાસીન અને મુશાલના લગ્ન કેવી રીતે થયા?
મુશાલ અને યાસીનની મુલાકાત વર્ષ 2005માં થઈ હતી. ત્યારે યાસીન પાકિસ્તાનમાં હતો. તે કાશ્મીરના અલગતાવાદી ચળવળ માટે પાકિસ્તાનનું સમર્થન મેળવવા માટે ત્યાં ગયો હતો. આ દરમિયાન યાસીનની મુલાકાત મુશાલ સાથે થઈ હતી. યાસીન મલિકનું ભાષણ સાંભળીને મુશાલ ખૂબ જ પ્રભાવિત થયી, ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા. બાદમાં, મુશાલ અને યાસીનની માતા હજ યાત્રા પર બંન્ના લગ્નની વાત નક્કી કરી. સાથે જ યાસિને શપથ લીધાં હતાં કે જ્યાં સુધી કાશ્મીર આઝાદ નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં કરીએ. પરંતુ બાદમાં બંન્નેએ લગ્ન કરી દીધાં. એક ઈન્ટરવ્યુમાં મુશાલે કહ્યું હતું- હું તેની (યાસીન) પાસે ગયી અને કહ્યું કે મને તેનું ભાષણ ગમી ગયું. મેં તેની સાથે હાથ મિલાવ્યા અને તેણે મને તેનો ઓટોગ્રાફ આપ્યો. આ પછી વાતચીત શરૂ થઈ અને એક દિવસ યાસીને મુશાલને પ્રપોઝ કર્યું. વાતચીત દરમિયાન યાસીને મુશાલને કહ્યું- મને પાકિસ્તાન ગમે છે, ખાસ કરીને તું.
Advertisement
મુશાલ હુસૈન સોશિયલ મીડિયા પર કાશ્મીર વિશે સતત પોસ્ટ કરતો રહે છે. તેણે યાસીન મલિકને લઈને ઘણી ભારત વિરોધી પોસ્ટ પણ કરી છે.નેકેની પોસ્ટને પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન સહિત અન્ય નેતાઓએ પણ સમર્થન આપ્યું છે. મુશાલે ભારત સરકાર પાસે યાસીનની મુક્તિની માંગ કરી છે. યાસીનનો પ્રેમ.2017માં NIAએ JKLF નેતા યાસિન મલિક વિરુદ્ધ ટેરર ફંડિંગનો કેસ નોંધ્યો હતો. મલિક પર પાકિસ્તાન પાસેથી પૈસા લઈને કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદવધારવાનો આરોપ છે બાદમાં 19 મે 2022 ના રોજ, NIA કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો. હવે તેની સજા આજે જાહેર થવાની છે. યાસીન મલિક હાલમાં તિહાર જેલમાં બંધ છે. મલિક પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યા કરવાનો પણ આરોપ છે, જે તેણે પોતે સ્વીકાર્યો હતો. સાથે જ તેના પર જમ્મુ અને કાશ્મીરના સીએમ રહેલા મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણનો પણ આરોપ હતો
Advertisement
Advertisement
યાસીન મલિકને સજા થાય તે પહેલા પાકિસ્તાની પત્ની સામે આવી, બહેન કુરાન વાંચતી જોવા મળી તે પોતાના પતિને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી રહી છે. તે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવાનું ચાલુ રાખે છે, તેનું કહેવું છે કે ભારતની ભાજપ સરકાર તેના પતિને સજા આપીને હિન્દુત્વની રાજનીતિ દ્વારા તેની વોટબેંક વધારવા માંગે છે. તેણે પોતાના એક ટ્વિટમાં લખ્યું, '#ReleaseYasinMalik ભારતની ભાજપ સરકાર મારા પતિ યાસીન મલિકને મોદીની હિન્દુત્વની ફાસીવાદી વોટ બેંક અને જમ્મુને વધારવા માટે અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું, 'ભારત સરકારને ડર છે કે કાશ્મીરમાંથી તેમની સત્તા ખતમ થઈ જશે. આ ડરને કારણે ત્યાંની સરકાર આટલું કડક પગલું ભરી રહી છે જેનો કોઈ કાનૂની આધાર નથી. સત્તા સાથેનો આ નિરાશાજનક સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને કાશ્મીર આઝાદ થશે. મુશાલ પોતાના ટ્વીટમાં #ReleaseYasinMalik હેશટેગનો ઉપયોગ કરી રહ્યો છે સાથે જ તેણે લોકોને યાસીન મલિકને તેની મુક્તિ માટે સમર્થન આપવા અપીલ પણ કરી રહ્યો છે.