Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યાસીન મલિકે આતંકવાદ અને દેશદ્રોહ સહિતના આરોપોનો સ્વીકાર કર્યો, 19 મેના વધુ સુનવણી થશે

તિહાડ જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે દિલ્હીની NIA અદાલતમાં આંતકવાદ અલે અલગતાવાદ સાથે જોડાયેલા એક કેસમાં પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો છે. તેણે કોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે પોતોના પર લાગેલા UAPAને પણ કબૂલ કર્યો છે. યાસીન મલિકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી હà«
યાસીન મલિકે આતંકવાદ અને દેશદ્રોહ સહિતના આરોપોનો સ્વીકાર કર્યો  19 મેના વધુ સુનવણી થશે
તિહાડ જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે દિલ્હીની NIA અદાલતમાં આંતકવાદ અલે અલગતાવાદ સાથે જોડાયેલા એક કેસમાં પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો છે. તેણે કોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે પોતોના પર લાગેલા UAPAને પણ કબૂલ કર્યો છે. યાસીન મલિકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનું કબૂલ્યું હતું. તેણે કોર્ટને કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. 
તાજેતરમાં કોર્ટે યાસીન મલિક સહિત ઘણા અલગતાવાદી નેતાઓ સામે UAPA હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો. હવે કોર્ટ 19 મેના રોજ યાસીન મલિકની સજા અંગેની દલીલો સાંભળશે.  યાસીન મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે UAPA કલમ 16 (આતંકવાદી અધિનિયમ), કલમ 17 (આતંકવાદી કૃત્ય માટે નાણાં એકત્ર કરવા), કલમ 18 (આતંકવાદી કૃત્ય કરવાનું ષડયંત્ર), અને કલમ 20 (આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત ષડયંત્ર) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતો નથી. વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહ 19મી મેના રોજ યાસીન મલિક સામેના ગુનાઓની સજા અંગે દલીલો સાંભળશે. આ અપરાધોમાં મલિકને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે.
બિટ્ટા કરાટે સહિતના લોકો સામે આરોપ નક્કી થયા
ન્યાયાધીશે અગાઉ કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ તે સાબિત થયું છે કે મલિક અને અન્ય લોકોને આતંકવાદ માટે સીધા પૈસા મળતા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મલિકે 'સ્વતંત્રતા સંગ્રામ'ના નામ પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી વિશ્વભરમાં એક વિસ્તૃત મિકેનિઝમ સ્થાપિત કરી હતી. દરમિયાન કોર્ટે ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ, વટાલી, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ પરના આરોપો પણ ઐપચારિક રીતે નક્કી કરાયા છે. 
લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમને આ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. યાસીન મલિકનો ભારત સામે ઝેર ઓકવાનો ઈતિહાસ રહ્યો છે. તે પાકિસ્તાનની કઠપૂતળી બનીને રહ્યો છે. તેણે કાશ્મીર ખીણમાં યુવાનોને એટલી હદે ફસાવ્યા કે તેઓએ પુસ્તકોને બદલે બંદૂક અને પથ્થર હાથમાં લીધા છે.
Advertisement
Tags :
Advertisement

.