રાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચે યશવંત સિંહાએ કહ્યું- લોકશાહી છે કે નહીં તે આ ચૂંટણી નક્કી કરશે
દેશમાં 15માં મહામહિમ કોણ બનશે તે માટે મતદાન શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બે ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિંહા છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ 21 જુલાઈએ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. આ ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે, ધારાસભ્યો, લોકસભાના સાંસદો અને રાજ્યસભાના સાંસદો રાજ્યની વિધાનસભાઓ અને સંસદમાં પોતાનો મà
06:42 AM Jul 18, 2022 IST
|
Vipul Pandya
દેશમાં 15માં મહામહિમ કોણ બનશે તે માટે મતદાન શરૂ થઇ ગયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બે ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિંહા છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ 21 જુલાઈએ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. આ ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
મહત્વનું છે કે, ધારાસભ્યો, લોકસભાના સાંસદો અને રાજ્યસભાના સાંસદો રાજ્યની વિધાનસભાઓ અને સંસદમાં પોતાનો મત આપી રહ્યા છે. મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો છે અને આ મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મત આપ્યો છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું છે. જોકે, આ વચ્ચે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ એક મોટો સંદેશ આપતા દેશની જનતાને કહ્યું છે કે, તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો છે અને પોતાનો સંદેશ આપ્યો છે કે આ ચૂંટણી આટલી મહત્વપૂર્ણ કેમ છે. હું તમામ મતદારોને અપીલ કરવા માંગુ છું - કૃપા કરીને તમારી અંદરની વાત સાંભળો અને મત આપો. મને આનંદ છે કે તમે આજે મારા નામાંકન વિશે વાત કરવા માટે અહીં છો. આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નક્કી કરશે કે આ દેશમાં લોકશાહી ટકી શકશે કે નહીં. જીતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, તેનાથી ફરક તો પડશે. પરંતુ જ્યારે તેમને તેમની પોતાની જીત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
વળી બીજી તરફ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત પાક્કી હોવાનું જનમુખે ચર્ચાઇ રહ્યું છે. જોકે, અંતિમ પરિણામ 21 જુલાઈના રોજ આવશે, જ્યારે 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.
Next Article