યશ સોની અને જાનકી બોડીવાલાની 'નાડીદોષ' સાથે આજે રીલિઝ 3 ફિલ્મો, આ ફિલ્મો પણ લાઇનમાં
આજે રિલિઝ થઇ રહી છે ત્રણ ગુજરાતી ફિલ્મો રીલિઝ થઇ રહી છે. એક મહિનાનામાં 12 જેટલી ગુજરાતી ફિલ્મો રિલિઝ માટે તૈયાર છે. કોરોના સમયમાં બ્રેક આવ્યા બાદ ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકવાર દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. આ મહિનામાં અનેક વૈવિધ્ય વિષય સાથે મનોરંજન સભર ફિલ્મો થિયેટરમાં રિલિઝ થશે. આ ફિલ્મો થિયેટરમાં રિલિઝ થવાં તૈયાર છે જુઓ કઇ ફિલ્મો કઇ તારીખે આવશે થિયેટરમાં આવશે. નાàª
આજે રિલિઝ થઇ રહી છે ત્રણ ગુજરાતી ફિલ્મો રીલિઝ થઇ રહી છે. એક મહિનાનામાં 12 જેટલી ગુજરાતી ફિલ્મો રિલિઝ માટે તૈયાર છે. કોરોના સમયમાં બ્રેક આવ્યા બાદ ફરી એકવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકવાર દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. આ મહિનામાં અનેક વૈવિધ્ય વિષય સાથે મનોરંજન સભર ફિલ્મો થિયેટરમાં રિલિઝ થશે. આ ફિલ્મો થિયેટરમાં રિલિઝ થવાં તૈયાર છે જુઓ કઇ ફિલ્મો કઇ તારીખે આવશે થિયેટરમાં આવશે.
નાડીદોષ-17 જૂન
આ એક ગુજરાતી રોમેન્ટિક કોમેડી છે જેમાં યશ સોની અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં રૌનક કામદાર, પ્રશાંત બારોટ, દીપિકા રાવલ અને આશિષ કક્કડ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે.
લવયુ પપ્પા -17જૂન
આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેમાં અખિલ કોટક, પ્રાપ્તિ અજવાલિયા, ભાવિક જાગડ, આરતી દેસાઈ, જીતેન્દ્ર ઠક્કર અને દિશા દેસાઈ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અખિલ કોટક કરી રહ્યા છે.
પરિચય-17જૂન
આ એક ક્રાઈમ ડ્રામા છે જેમાં ઝાકિર હુસૈન, રઝા મુરાદ, રિદ્ધિ રાવલ, નિસર્ગ ત્રિવેદી, ભાવની જાની અને નિરાલી જોશી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શ્રવણ કુમારે કર્યું છે.
પ્રેમ પ્રકરણ -10જૂન
ગૌરવ પાસવાન દીક્ષા જોશી અને એશા કંસારા સ્ટારર આ ફિલ્મ 10 જૂને થિયેટરમાં આવી ચૂકી છે. આ ફિલ્મનું મ્યુઝિક અને સ્ટોરી લાઇન ચોક્કસ તમને ગમશે.
ઘંટડી - 10જૂન
ઘંટડી કોમેડી ડ્રામા ફિલ્મ, પ્રેમ ગઢવી, સ્મિત પંડ્યા, હેમાંગ દવે, , ઝીલ જોશી, જીતુ પંડ્યા,જાહ્નવી ચૌહાણ, સુનીલ, નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, શરદ શર્મા, આયુષ જાડેજા અભિનીત છે. આ ફિલ્મના પ્રડ્યુસર ડીજે એન્ટરટેઈનમેન્ટ છે.
જીતી લે જીંદગી - 14 જૂન
લેખક વિપુલ પંડ્યાની ફિલ્મ 'જીતી લે જીંદગી' આ ફિલ્મમાં જૈમિની ત્રિવેદી, કલ્પેયસ પટેલ, રાગી જાની મુખ્ય ભૂમિકામાં જોવાં મળશે. ફેમિલી ડ્રામાની આ ફિલ્મ અનોખા વિષય પર બનેલી છે.
હેલો જીંદગી-24 જૂને થિયેટરમાં આવશે.
જે થશે જોયું જશે-1લી જૂલાઇ
લાડકી ફાઉન્ડેશન કીર્તીદાન ગઢવીના અંતર્ગત આ ફિલ્મ બનાવામાં આવી છે.
સાતમ આઠમ - 1લી જુલાઇ
ગુજરાતી ફિલ્મ "સાતમ આઠમ" નું ફર્સ્ટ લૂક પોસ્ટર આ પહેલાં રિલીઝ કરાયું હતું ત્યારથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે તાલાવેલી છે. આ ફિલ્મ બોલિવુડ ફિલ્મો અ વેનસ્ડે, સ્પેશ્યલ 26,બેબી જેવી ફિલ્મોના નિર્માતા ફ્રાઇડે ફિલ્મ વર્કસ તેમજ લાઇમલાઇટ પિકચર્સના સહયોગમાં બનાવવમાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શીતલ શાહે કર્યું છે અને ફિલ્મમાં શીતલ શાહ, પરિક્ષિત તમાલિયા અને ડેનિશા ઘુમરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સૈયર મોરી રે -8 જૂલાઇ
આ ફિલ્મમાં મયુર ચૌહાણ અને યુક્તિ રાંદેરીયા સાથે જોવાં મળશે. હરિ અને લીલાની સૌરાષ્ટ્રના ગામડાની વાર્તા કહેતી એક રોમેન્ટિક ફિલ્મ છે.
વીકીડાનો વરઘોડો -8જૂલાઇ
મલ્હાર ઠાકરના અપકમિંગ ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે. આ ફિલ્મના ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનિત કનોજીયા કે જેમણે આ પહેલાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ રેવા ડિરેક્ટ કરી છે.મુખ્ય કલાકારોમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર જોવાં મળશે.
Advertisement