જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા જાહેર, જાણો કયાં થશે Exam
ગાંધીનગર (Gandhinagar)આજે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર (Gujarat Govt)એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. ચૂંટણીની જાહેરાત અગાઉ આજે સવારે ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કર્યો હતો. ત્યારબાદ પંચાયત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્ક (Junior Clerk)સંવર્ગની 8 જાન્યુઆરી 2023ના રોજ લેખિત પરીક્ષા લેવાશે અને તલાટી કમ મંત્રીની 29 જાન્યુઆરી 2023ના રોજ
08:00 AM Nov 03, 2022 IST
|
Vipul Pandya
ગાંધીનગર (Gandhinagar)આજે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર (Gujarat Govt)એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. ચૂંટણીની જાહેરાત અગાઉ આજે સવારે ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કર્યો હતો. ત્યારબાદ પંચાયત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્ક (Junior Clerk)સંવર્ગની 8 જાન્યુઆરી 2023ના રોજ લેખિત પરીક્ષા લેવાશે અને તલાટી કમ મંત્રીની 29 જાન્યુઆરી 2023ના રોજ લેખિત પરીક્ષા થશે.
ગુજરાત સરકારનો મોટા નિર્ણય
વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ગુજરાત પંયાયત સેવા પસંદગી મંડળ જુનિયર કલાર્ક (Junior Clerk)સંવર્ગની લેખિત પરિક્ષા 8 તારીખ 2023 એ યોજાશે. ગ્રામ પંચાયત સેક્રટરી (તલાટી કમ મંત્રી)ની લેખિત પરિક્ષા 29 જાન્યુઆરીએ યોજાશે. ત્યારે ગુજરાત સરકારે પરીક્ષાની જાહેરાત કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
રાજ્યના હોમગાર્ડ અને GRD જવાનો માટે
ઉલ્લેખનીય છે કે આજે સવારે રાજ્યના હોમગાર્ડ અને GRD ના જવાનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત કરતા હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.
Next Article