Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ દરમિયાન રેફરી સાથે મારપીટ, આ રેસલર પર લાગ્યો આજીવન પ્રતિબંધ

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ-2022 માટે અત્યરે રાજધાની દિલ્હીમાં ટ્રાયલ ચાલી રહી છે. જેના ભાગરુપે જ ભારતીય કુશ્તી ફેડરેશન (WFI) દ્વારા ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત ટ્રાયલમાં ભારતીય પુરુષ કુશ્તી પહેલવાનો ટ્રાયલ આપી રહ્યા હતા. જે દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા. સાથે સમગ્ર ખેલ જગતને પણ આ ઘટનાના કારણે આશ્ચર્ય થયું છે. જ્યારે આ ટ્રાયલ દમિયાન 125 કિલોની શ્રà«
કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ દરમિયાન રેફરી સાથે મારપીટ  આ રેસલર પર લાગ્યો આજીવન પ્રતિબંધ
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ-2022 માટે અત્યરે રાજધાની દિલ્હીમાં ટ્રાયલ ચાલી રહી છે. જેના ભાગરુપે જ ભારતીય કુશ્તી ફેડરેશન (WFI) દ્વારા ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત ટ્રાયલમાં ભારતીય પુરુષ કુશ્તી પહેલવાનો ટ્રાયલ આપી રહ્યા હતા. જે દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા. સાથે સમગ્ર ખેલ જગતને પણ આ ઘટનાના કારણે આશ્ચર્ય થયું છે. જ્યારે આ ટ્રાયલ દમિયાન 125 કિલોની શ્રેણીમાં ભાગ લઇ રહેલા રેસલર સતેન્દર મલિકના વિરુદ્ધમાં નિર્ણય આવતા તેમણે એક રેફરી સાથે મારપીટ કરી. ત્યારબાદ ભારતીય કુશ્તી ફેડરેશન દ્વારા તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવાનમાં આવ્યો છે.
છેલ્લા 18 સેકેન્ડનો ખેલ
સતેન્દર મલિક મેચની શરૂઆતમાં 3-0થી આગળ હતો. જ્યારે મેચ પુરી થવામાં માત્ર 18 સેકન્ડ બાકી હતી, ત્યારે તેના વિરોધી કુસ્તીબાજ મોહિતે સતેન્દર મલિકને ટેક ડાઉન કર્યો અને મેટમાંથી બહાર કરી દીધો. જેના મોહિતને ત્રણ પોઇન્ટ મળવા જોઇતા હતા. જો કે રેફરી વીરેન્દ્ર મલિકે મોહિતને ટેક ડાઉનના બે પોઇન્ટ ના આપ્યા. જેથી મોહિતે રેફરીના નિર્ણયને પડકાર્યો હતો. નિર્ણયને પડકારવામાં આવ્યા બાદ મેચ રેફરી સત્યદેવ મલિકે પક્ષપાતને ટાળવા માટે પોતાને આ નિર્ણયથી દૂર કરી લીધા, કારણ કે તે મોખડા ગામના વતની છે જ્યાં સતેન્દર મલિકનું ઘર આવેલું છે. જેથી વરિષ્ઠ રેફરી જગબીર સિંહને નિર્ણય આપવા માટે કહેવામાં આવ્યું, જેમણે ટીવી રિપ્લેની મદદથી મોહિતની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેને એક પોઈન્ટને બદલે 3 પોઈન્ટ આપ્યા.
રેફરી સાથે દુર્વ્યવહાર કરી થપ્પડ માર્યા
અહીંથી જ વિવાદ વધ્યો અને સતેન્દરે  જાત પરનો કાબૂ ગુમાવ્યો. બાઉટ પુરુ થયા પછી તે સીધો 57 કિગ્રાની મેચની મેટ પર ગયો જ્યાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા અને અમન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં જગબીર રેફરી હતા. સતેન્દર જગબીર પાસે પહોંચ્યો અને માર મારવા લાગ્યો. તેણે પહેલા રેફરી સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેને થપ્પડ માર્યો. જેથી રેફરી પોતાનું સંતુલન ગુમાવીને જમીન પર પડી ગયા. આ ઘટનાને કારણે 57 કિગ્રા વજન વર્ગની ફાઈનલને અધવચ્ચે જ અટકાવવી પડી હતી અને આઈજી સ્ટેડિયમમાં હાજર અધિકારીઓ, ચાહકો અને સાથી સ્પર્ધકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સટેન્ડરને હોલમાંથી બહાર લઈ ગયા અને મેચ ફરી શરૂ કરી. 
તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ તમામ ઘટના રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની નજર સામે જ બની. જેઓ ટ્રાયલ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખતા હતા. આ ગેરવર્તણૂકને સહન કરવાને બદલે, ફેડરેશને તાત્કાલિક કડક પગલાં લીધાં અને સતેન્દર પર પ્રતિબંધ મૂક્યો. WFIના સહાયક સચિવ વિનોદ તોમરે જણાવ્યું હતું કે, અમે સતેન્દર મલિક પર આજીવન પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણય WFI પ્રમુખ દ્વારા લેવામાં આવ્યો છે. તે મેચના રેફરીને એ સ્પષ્ટીકરણ માટે પણ બોલાવવામાં આવશે કે શા માટે મોહિતે સતીન્દરને સ્પષ્ટપણે ડાઉન કરી દીધો હોવા છતાં તેને પોઈન્ટ આપવામાં આવ્યા ન હતા. તેણે પરિસ્થિતિને હાથમાંથી કેમ જવા દીધી?
Advertisement
Tags :
Advertisement

.