Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીબાજ અંશુ મલિકે જીત્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં 2022 ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કર્યા છે. બર્મિંઘમમાં ચાલી રહેલા ગેમ્સમાં ચારે ચાર ભારતીય રેસલર્સે ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. ફાઈનલમાં પહોંચનારા રેસલર્સમાં બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. એટલુ જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાન બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી ચુક્યા છે. अंशु मलिक महिलाओं की 57 किलोà
05:20 PM Aug 05, 2022 IST | Vipul Pandya

કોમનવેલ્થ ગેમ્સમાં 2022 ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કર્યા છે. બર્મિંઘમમાં ચાલી રહેલા ગેમ્સમાં ચારે ચાર ભારતીય રેસલર્સે ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી. ફાઈનલમાં પહોંચનારા રેસલર્સમાં બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. એટલુ જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાન બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી ચુક્યા છે. 


અંશુ મલિકનો વૂમેન્સ 57 કિલો ભારવર્ગની ફાઈનલમાં સામનો નાઈઝીરિયાની ઓડુનાયો ફોલાસાડે સાથે થયો હતો, પણ અંશુ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી શકી નહોતી. અને તેને 3-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. અંશુએ અંતિમ સેકન્ડમાં અમુક અંક મેળવીને વાપસીની કોશિશ કરી હતી, પણ જે પુરતુ નહોતું. હવે અંશુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ બાજૂ ઓડુનાયોનો આ ત્રીજો ગોલ્ડ મેડલ રહ્યો હતો

ચારેય રેસલર્સનું આવુ રહ્યું પ્રદર્શન

બજરંગ પૂનિયાએ પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિલો ભારવર્ગ પ્રતિસ્પર્ધાની સેમિફાઈનલમાં બજરંગે શ્રેષ્ઠતાના આધાર પરથી ઈંગ્લેન્ડના જોર્જ રામને 10-0થી હરાવ્યો. આ અગાઉ બજરંગે ક્વાર્ટર ફાઈનલની ટક્કરમાં મોરિશસના ઝીન ગુઈલિયાન જોરિસ બંડો અને પ્રી ક્વાર્ટરફાઈનલમાં નૌરુના લોએ બિંધમને સરળતાથી માત આપી હતી.

Tags :
CommonwealthGujaratFirstwinssilvermedalWrestlerAnshu
Next Article