Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પવિત્ર શ્રાવણ માસમાં કરો દેવાધિદેવ મહાદેવની આરાધના, જાણો કેમ ભોળાનાથને પ્રિય છે આ મહિનો, કેવી રીતે કરશો વ્રત પૂજન

દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ આવતી કાવ એટલે કે  શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. દેશભરમાં તમામ શિવાલયો હરહરમહાદેવ અને ઓમ નમ શિવાયના જાપથી ગૂંજી ઉઠશે તો આવો જાણીએ આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો મહિનો ગણાય છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 100 દિવસમાં દેશભરમાં  73 મોટા વ્રત અને ઉત્સવ ઉજવાશે.શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સ
પવિત્ર શ્રાવણ માસમાં કરો દેવાધિદેવ મહાદેવની આરાધના  જાણો કેમ ભોળાનાથને પ્રિય છે આ મહિનો  કેવી રીતે કરશો વ્રત પૂજન
દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ આવતી કાવ એટલે કે  શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. દેશભરમાં તમામ શિવાલયો હરહરમહાદેવ અને ઓમ નમ શિવાયના જાપથી ગૂંજી ઉઠશે તો આવો જાણીએ આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો મહિનો ગણાય છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. આવનાર 100 દિવસમાં દેશભરમાં  73 મોટા વ્રત અને ઉત્સવ ઉજવાશે.
શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે. શિવપુરાણ કહે છે કે આ મહિનો શ્રવણ કરવાનો  સમય છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે. શ્રાવણ ઋતુ સંક્રાતિનો મહિનો પણ છે. જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે. આયુર્વેદમાં શ્રાવણને યોગ-ધ્યાનનો મહિનો કહેવામાં આવે છે. આ દિવસોમાં ખાનપાનથી લઇને આપણે કસરત કરવાની રીતમાં પણ ફેરફાર કરવો જોઈએ.


શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે?
શ્રાવણમાં અન્ય દેવી-દેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આ આખો મહિનો જ શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઇચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. 
પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું, દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યાં હતાં. શિવ પુરાણની વિદ્યેશ્વરસંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટાભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે, તે સમયે કરવામાં આવતી શિવપૂજા જલ્દી સફળ થાય છે.


શિવલિંગ ઉપર જળાભિષેક કેમ કરવામાં આવે છે?
આ પરંપરાની પાછળ સમુદ્ર મંથનની કથા છે. જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્રને મથવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલાં હલાહલ વિષ બહાર આવ્યું હતું, જેને શિવજીને પી લીધું હતું. આ વિષને ભગવાને ગળામાં ધારણ કર્યું, જેના કારણે તેમનો કંઠ વાદળી થઈ ગયો હતો. વિષના કારણે શિવજીના શરીરમાં ગરમી વધી ગઈ હતી. આ ગરમીને શાંત કરવા માટે શિવલિંગ ઉપર ઠંડા પાણીની ધારા ચઢાવવામાં આવે છે. સાથે જ મહાદેવ પર જળ, દૂધ, ભાંગ,આંકડો, ધતૂરા જેવી ઠંડી વસ્તુઓ ચઢાવાય છે. 
ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલી વૃક્ષ વાવી શકાય છે
બીલીનો છોડ ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવવો શુભ રહે છે. જે ઘરમાં બીલી વૃક્ષ વાવવામાં આવે છે અને રોજ તેને પાણી આપવામાં આવે છે, ત્યાં રહેતાં લોકોના વિચારમાં પોઝિટિવિટિ બની રહે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં વૃક્ષ વાવી શકો નહીં તો વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં વાવી શકાય છે.

બીલી વૃક્ષનું મહત્ત્વ
શિવપુરાણમાં બીલી વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રી દેવી લક્ષ્મીનું જ એક નામ છે. જેના કારણે બીલીવૃક્ષની પૂજાથી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. આ કારણે આ વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ વધારે છે.

બીલીપત્રમાં દેવી દેવતાનો વાસ
શિવપુરાણ પ્રમાણે, બીલીનું વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે. તેને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. શ્રી લક્ષ્મીજીનું એક નામ છે. તેથી બીલીપાનથી પૂજા કરવાથી લક્ષ્મીજીની પણ પ્રસન્નતા મળે છે. આ વૃક્ષના મૂળમાં ગિરિજા દેવી, ડાળખીમાં મહેશ્વરી, શાખામાં દક્ષાયની, પાંદડામાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળોમાં દેવી કાત્યાયનીનો વાસ માનવામાં આવે છે. આ મહિનામાં જળ-દૂધ જ નહીં, આ 5 અન્ય સામગ્રીઓથી પણ શિવલિંગનો અભિષેક કરોભગવાન શિવનો દૂધની ધારાથી અભિષેક કરો છો તો ઘરમાં સુખ-શાંતિ જળવાય છે. મન શાંત રહે છે અને કુંડળીના ચંદ્ર ગ્રહના દોષ પણ શાંત થાય છે.
જળની ધારાથી અભિષેક કરવાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો રોગમાંથી મુક્તિ ઇચ્છો છો તો શિવજીને ઘી અને મધની ધારથી અભિષેક કરવો જોઈએ. અત્તરથી અભિષેક કરવાથી ભક્તોને સુખ-શાંતિ મળે છે. શેરડીના રસથી અભિષેક કરવાથી જીવનમાં આનંદ જળવાયેલો રહે છે. ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. ગંગાજળ શિવજીને ખાસ પ્રિય છે અને તેના અભિષેકથી ભગવાન ભક્તો ઉપર ખાસ કૃપા કરે છે.


શિવ પૂજનની રીત 
શિવલિંગ ઉપર જળ, પંચામૃત અને દૂધ ચઢાવો. બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ, જનોઈ અર્પણ કરો. ચંદનથી તિલક કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. છેલ્લે શિવજીનું ધ્યાન કરીને શિવલિંગની અડધી પરિક્રમા કરો. તે પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ આપવો અને તમારે પણ લેવો. પૂજા કરતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.

શ્રાવણમાં  કેમ છે વ્રત ઉપવાસનું મહત્ત્વ 
શ્રાવણમાં આપણાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ખાનપાનનં ખાસ ધ્યાન રાખવું. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરવા જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ અનાજ છોડીને માત્ર ફળાહાર કરવો જોઈએ. મોટાભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે. આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતના સૂત્રસ્થાનમ અધ્યાયમાં વ્રત-ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આયુર્વેદમાં રોગોનો ઉપચાર 6 રીતે થાય છે. લંઘન. બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન. આ 6 વિધિઓમાં લંઘન ખૂબ જ ખાસ છે. લંઘનના પણ દસ પ્રકાર છે. જેમાં 10 પ્રકારના ઉપવાસ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ઉપવાસ અને ભક્તિમાં પણ આળસ દૂર રહે છે. 
Advertisement
Tags :
Advertisement

.