Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science Day) પ્રતિવર્ષ 10 નવેમ્બર ના રોજ સમાજમાં વિજ્ઞાનના યોગદાનને બિરદાવવા અને વૈશ્વિક પ્રશ્નોના વૈજ્ઞાનિક સમાધાનમાં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા ઉજવવામાં આવે છે. તે રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વને પણ ઉજાગર કરે છે.ત્યારે સમાચાર  મળી રહ્યા  છે કે આ વર્ષ ની પ્રવર્તમાન થીમ બેઝીક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ટકાઉ વિકાસ માટે મુળભુત વિજ્ઞાન હતી. આ ઉà
ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ
વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science Day) પ્રતિવર્ષ 10 નવેમ્બર ના રોજ સમાજમાં વિજ્ઞાનના યોગદાનને બિરદાવવા અને વૈશ્વિક પ્રશ્નોના વૈજ્ઞાનિક સમાધાનમાં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા ઉજવવામાં આવે છે. તે રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વને પણ ઉજાગર કરે છે.ત્યારે સમાચાર  મળી રહ્યા  છે કે આ વર્ષ ની પ્રવર્તમાન થીમ બેઝીક સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ટકાઉ વિકાસ માટે મુળભુત વિજ્ઞાન હતી. આ ઉજવણી અંતર્ગત વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય વર્ષ અંતર્ગત આ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 
સાયન્સ સિટી ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસ  ઉજવણી  કરાઇ 
ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ખાતે 10 નવેમ્બરે વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિતે સહ અસ્તિત્વ સાથે વિકાસની દિશામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે ભાવના યુવા પેઢીમાં વિકસાવવા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, સ્નાતકો, અનુસ્નાતકો, શિક્ષકો, નિષ્ણાતો વગેરે જોડાયા હતા.
ડો. અજીત પંડ્યાએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ઉપયોગ વિશે આપી  માહિતી 
આ ઉજવણી અંતર્ગત એક્સપર્ટ ટોક, ઈંટરેક્ટિવ સેશન તથા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સામુચિક હિતોના અભિગમને વધુ સારી રીતે સસ્મજવવા વિડીયો સ્ક્રિનિંગનું પણ આયોજેએન કરવામાં આવ્યું હતું. ઈંટરેક્ટિવ સેશનમાંશ્રી સી.યુ.શાહ કોલેજના બાયોકેમેસ્ટ્રી વિભાગના હેડ પ્રોફેસર ડો. અજીત પંડ્યાએ વિદ્યાર્થીઓને સહઅસ્તિત્વના હિતોને ધ્યામાં રાખીને મૂળભૂત વિજ્ઞાનના ઉપયોગ વિશે જાણકારી આપી હતી. તથા  સામુચિક હિતો પર  ભાર મૂકી વિજ્ઞાન અને ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના પર ભાર મૂક્યો હતો. 
ગુજરાત સાયન્સ સિટી  મનોરંજન સાથે શિક્ષણનું મિશ્રણ છે. લોકોનું પસંદગીનું એડ્યુટેનમેંટ હબ બની ગયેલ સાયન્સ સિટી દ્વારા જન સમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને ખાસ કરીને યુવા પેઢીને  વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી વૈશ્વિક હિતો સાથે વિકાસ માટે  પ્રોત્સાહિત કરવા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.