Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂંડનું હ્રદય લગાવનારા દુનિયાના પ્રથમ વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના બે મહિના બાદ મોત

થોડા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા, જેનથી દુનિયાભરના લોકોને આશ્ચર્ય થયું હતું. આ સમાચાર એવા હતા કે દુનિયામાં સૌપ્રથમ વખત ભૂંડ એટલે કે ડૂક્કરના હ્રદયનું માણસના હ્રદયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. માત્રે આટલું જ નહીં પરંતુ આ ટ્રાન્સપ્લાન્ટ સફળ પણ રહ્યું છે. ત્યારે આજે હવે ભૂંડનું હ્રદય લગાવનારા દુનિયાના પ્રથમ વ્યક્તિનું મોત થયું છે. ભંડનું હ્રદય લગાવ્યાના બે મહિના બાદ તà
ભૂંડનું હ્રદય લગાવનારા દુનિયાના પ્રથમ વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના બે મહિના બાદ મોત
થોડા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા, જેનથી દુનિયાભરના લોકોને આશ્ચર્ય થયું હતું. આ સમાચાર એવા હતા કે દુનિયામાં સૌપ્રથમ વખત ભૂંડ એટલે કે ડૂક્કરના હ્રદયનું માણસના હ્રદયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. માત્રે આટલું જ નહીં પરંતુ આ ટ્રાન્સપ્લાન્ટ સફળ પણ રહ્યું છે. ત્યારે આજે હવે ભૂંડનું હ્રદય લગાવનારા દુનિયાના પ્રથમ વ્યક્તિનું મોત થયું છે. ભંડનું હ્રદય લગાવ્યાના બે મહિના બાદ તેનું મૃત્યુ થયું છે.
57 વર્ષિય ડેવિડ બેનેટનું મંગળવારે અમેરિકાની યુનિવરસિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. આ જ સેન્ટરમાં બે મહિના પહેલા તેના શરીરમાં ભૂંડનું હ્રદય લગાવવામાં આવ્યું હતું. હજુ સુધી ડોક્ટરોએ તેના મૃત્યુનું કારણ નથી જણાવ્યું. માત્રે એટલું કહ્યું છે કે ઘણા દિવસોથી તે બિમાર હતા. તો મૃતક ડેવિડના દીકરાએ હોસ્પિટલ અને તેના ડોક્ટરોની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું કે ડોક્ટરોએ તેના પિતા પર જે પ્રકારનો પ્રયોગ કર્યો છે, તે ભવિષ્યમાં અંગોની અછતને પુરી કરશે. આ એક શરુઆત છે, અંત નહીં.
ઉલ્લેખનીય છે કે ડોકટરો વર્ષોથી લોકોના જીવ બચાવવા માટે પ્રાણીઓના અંગના ટ્રાંસપ્લાન્ટ માટેની અનુમતિ માગે છે. ડેવિડના કિસ્સામાં એવું હતું કે જો તેમની સર્જરી ના થઇ હોત તો તેઓ મૃત્યુ પામત. આ આધાર ઉપર અમેરિકાના હેલ્થ વિભાગ દ્વારા આ પ્રકારની સર્જરી માટે અનુમતિ આપવામાં આવી હતી. ગત સાત જાન્યુઆરીના દિવસે ડેવિડના શરીરમાં ભૂંડનું હ્રદય બેસાડવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.