દુનિયામાં સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી, ઓકલેન્ડના ફેમસ સ્કાઇ ટાવરથી કરાઇ આતશબાજી
Happy New Year 2023: વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. આ દરમિયાન, ઓકલેન્ડના જાણીતા સ્કાઇ ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. દરમિયાન સ્કાઇટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. વાસ્તવમાં નવા દિવસની શરà«
02:16 PM Dec 31, 2022 IST
|
Vipul Pandya
Happy New Year 2023: વિશ્વમાં નવા વર્ષ (2023) ની પ્રથમ ઉજવણી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શરૂ થઇ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. આ દરમિયાન, ઓકલેન્ડના જાણીતા સ્કાઇ ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવ્યો હતો. દરમિયાન સ્કાઇટાવર પરથી આતશબાજી કરવામાં આવી હતી
ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. વાસ્તવમાં નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. અહીં ગયા વર્ષે 2022માં પણ કોરોના સમયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં હોવાના કારણે નવા વર્ષની ઉજવણી પ્રથમ ઓકલેન્ડમાં કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેણે ભારતના લગભગ 7.30 કલાક પહેલા નવા વર્ષની ઉજવણી કરી છે. ભારતમાં હજુ સાંજના 4:30 વાગ્યા છે, ત્યારે જ ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ છે.
સ્કાઇટાવર શા માટે પ્રખ્યાત છે?
ઓકલેન્ડમાં આવેલ સ્કાઇ ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. આ ટાવર 25 વર્ષ જૂનો છે. તેની ઊંચાઈ 328 મીટર ઊંચી છે. નવા વર્ષ 2023ની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી, રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળવા લાગ્યું હતું, જે માઈલ દૂરથી જોઈ શકાય છે. નવા વર્ષની ઉજવણી નિહાળવા સ્કાઇ ટાવરની આસપાસ હજારો લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષ 2023 માટે ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો હતો. આ જગ્યા દરિયાની સપાટીથી 193 મીટર ઉંચી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article