Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Photography Day : જાણો કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ "ફોટોગ્રાફી" શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખુબ લોકપ્રિય માધ્યમ છે. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા" હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં ‘‘વિશ્વ ફોટોગ્રાફી...
world photography day   જાણો કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ "ફોટોગ્રાફી" શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખુબ લોકપ્રિય માધ્યમ છે. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા" હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’ની ઉજવણીની શરૂઆત થઈ હતી.

Advertisement

Image preview

સમય સાથે ફોટોગ્રાફીમાં પરિવર્તન આવ્યું, અને ફિલ્મ સાથે ફોટોાગ્રાફી સંકળાયા બાદ બ્લેક અને વ્હાઇટથી કલરમાં ફોટોગ્રાફીનું પરિવર્તન થયું. કેમેરામાં રંગોની મર્યાદાઓ, ખર્ચાળ અને સમય માગી લેતી પધ્ધતિ સામે ઝીંક ઝીલવા કોડોક, લીએકા, કાઈન એક્સકાંટા, નિકોન, ઓલમ્પસ, મીનોલ્ટા વગેરે જેવી અનેક કંપનીઓએ નાના અને હેન્ડી કેમેરા બનાવી લોકોને ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષિત કર્યા, ત્યાર બાદ આવેલા ડિજિટલ કેમેરાએ "ડિજિટલ ફોટોગ્રાફીનો" નવો યુગ શરૂ કર્યો, જે મોબાઈલ ફોનમાં પણ જોડાવા લાગ્યા અને ત્યારથી કેમેરો જાણે દરેક વ્યક્તિ પાસે હાથવગો અને જીવનનો મહત્વનો હિસ્સો બન્યો.

Advertisement

Image preview

રોજિંદા જીવનમાં બનતી ઘટનાને કેમેરામાં કંડારી ફોટોગ્રાફરના એંગલ, કેમેરાના લેન્સ, ઘટનાનું મહત્વ, શટર, સ્પીડ, ફ્રેમ રેટ, જેવી અનેક નાની પણ કેમેરાની ખૂબ મહત્વની બાબતોને ટેક્નોલોજી સાથે ક્લિક કરી માહિતીને જોડે છે. ફોટોગ્રાફર તેમજ મેન્ટર તરીકે કાર્યરત શ્રી કેયુર પ્રદીપભાઈ ભટ્ટ જણાવે છે કે ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’ નિમિત્તે ફોટોગ્રાફીના અનેક એક્ઝિબિશનને લીધે સામાન્ય માણસો ફોટા અને ફોટોગ્રાફરનું સમજતા થયા છે. સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે ફોટોગ્રાફી લોકોની સંવેદનાઓને સીધી રીતે સ્પર્શે છે, અને એક ફોટો ૧૦૦૦ શબ્દોની ગરજ સારે છે. ફોટાને ૧૦૦ વર્ષ સુધી સાચવી શકતી આરકાઇવલ પ્રિન્ટ પણ હવે તો ઉપલબ્ધ બની છે.

Advertisement

Image preview

પત્રકારત્વના ક્ષેત્રમાં પણ ફોટોનું આગવું મહત્વ રહ્યું છે. ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ ગુજરાતના નવસારી જિલ્લાના વતની શ્રી હોમાઈ વ્યારાવાલા હતા, જેઓએ બોમ્બે ક્રોનિકલ સાથે જોડાઈને શહેરની જીવનશૈલીને વૈવિધ્યપૂર્ણ ફોટો દ્વારા રજુ કરી હતી. ઝવેરીલાલ મહેતા પણ અનોખા ફોટો જર્નાલીસ્ટ તરીકેની ખ્યાતિ ધરાવે છે. પદ્મશ્રી જ્યોતિબેન ભટ્ટ, સ્વ. શ્રી શૈલેષ રાવલ, ગૌતમ ત્રિપાઠી, વગેરે જાણીતા ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ છે, જેમણે ફોટાના માધ્યમથી સમાચાર તાદ્રશ્ય બનાવ્યા છે.

આ પણ  વાંચો-9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) સાથે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક

Tags :
Advertisement

.