World Cup 2023: South Africa ને હરાવી Austrailia ફાઈનલમાં
ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચમાં ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી છે. ડેવિડ મિલરે 116 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. એક છેડેથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની વિકેટ પડી રહી હતી, પરંતુ ડેવિડ...
ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચમાં ડેવિડ મિલરે શાનદાર સદી ફટકારી છે. ડેવિડ મિલરે 116 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. એક છેડેથી સાઉથ આફ્રિકાના બેટ્સમેનોની વિકેટ પડી રહી હતી, પરંતુ ડેવિડ મિલરે બીજા છેડેથી ઈનિંગ સંભાળી હતી. ડેવિડ મિલર ઉપરાંત સાઉથ આફ્રિકાનો કોઈ બેટ્સમેન પચાસ રન સુધી પહોંચી શક્યો નહોતો. ડેવિડ મિલર પછી હેનરિક ક્લાસને સૌથી વધુ રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 48 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાના 7 બેટ્સમેન ડબલ ડિઝિટ પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.
Advertisement