Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1.24 મિલિયન બ્લડ કેન્સરના કેસો નોંધાય છે

વિશ્વ બ્લડ કેન્સર દિવસ દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું કારણ લોકોમાં બ્લડ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનું છે. કેન્સરના ઘણા પ્રકારો હોય છે. જેમાં સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, ચામડીનું કેન્સર, ગળાનું કેન્સર, બ્લડ કેન્સર વગેરેનો સમાવેશ થાય છે. બ્લડ કેન્સરને સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે. તેથી દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા શરીરમાં 3 પ્રકારના રક
વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1 24 મિલિયન બ્લડ કેન્સરના કેસો નોંધાય છે

વિશ્વ બ્લડ કેન્સર દિવસ દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનું કારણ લોકોમાં બ્લડ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનું છે. કેન્સરના ઘણા પ્રકારો હોય છે. જેમાં સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, ચામડીનું કેન્સર, ગળાનું કેન્સર, બ્લડ કેન્સર વગેરેનો સમાવેશ થાય છે. બ્લડ કેન્સરને સમયસર ઓળખવું ખૂબ જ જરૂરી છે. તેથી દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

આપણા શરીરમાં 3 પ્રકારના રક્તકણો હોય છે જેમાં પ્લેટલેટ્સ, લાલ રક્તકણો અને શ્વેત રક્તકણોનો સમાવેશ થાય છે. ત્રણેય રક્ત કોશિકાઓ સ્ટેમ સેલમાંથી ઉદભવે છે જેનું કામ રક્ત કોશિકાઓ બનાવવાનું અને વિકસાવવાનું છે. જ્યારે રક્તકણો કામ કરવાનું બંધ કરે છે ત્યારે બ્લડ કેન્સર થાય છે. બ્લડ કેન્સર કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. આ બીમારીમાંથી બહાર આવવા માટે બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પદ્ધતિઓની મદદ લેવામાં આવે છે.
વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1.24 મિલિયન બ્લડ કેન્સરના કેસો નોંધાય છે. જે તમામ કેન્સરના કેસોમાં આશરે 6% હિસ્સો ધરાવે છે. 
બ્લડ કેન્સર થવાનું કારણ
બ્લડ કેન્સરનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે રેડિયેશન અને અમુક રસાયણો જેવા કે બેન્ઝીન વગેરેના સંપર્કમાં આવવાથી સમસ્યા થઈ શકે છે. આ સિવાય જે લોકો ધૂમ્રપાન કરે છે, આલ્કોહોલનું સેવન કરે છે, એવા લોકોને બ્લડ કેન્સરનું જોખમ વધારે હોય છે. આ સિવાય જો પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિને બ્લડ કેન્સર છે તો વારસાગત બ્લડ કેન્સર થઈ શકે છે. 
 સારવાર
  • જો શરૂઆતમાં જ બ્લડ કેન્સરની ઓળખ થઈ જાય તો દવાની મદદથી તેને ઠીક કરી શકાય છે. આ રોગની સારવાર માટે દવા એ સૌથી સામાન્ય રીત છે. દવાઓ લેવાથી કેન્સરના કોષોને શરીરમાં ફેલાતા અટકાવી શકાય છે.
  • બ્લડ કેન્સરને મોનિટરિંગ ટેક્નિકથી પણ મટાડી શકાય છે. આ પ્રક્રિયામાં દર્દીના શરીરની અંદરની ગતિવિધિઓ પર ધ્યાન આપવામાં આવે છે અને તે મુજબ સારવાર કરવામાં આવે છે.
  • બ્લડ કેન્સરથી છુટકારો મેળવવા માટે રેડિયેશન થેરાપી પણ લેવામાં આવે છે, પરંતુ એવું પણ કહેવાય છે કે ક્યારેક આ થેરાપી નિષ્ફળ જાય છે.
  • બ્લડ કેન્સરની સારવાર માટે ડોક્ટર્સ કીમોથેરાપીની પણ મદદ લે છે. આ થેરાપીથી  કેન્સરના કોષોનો નાશ કરી શકાય છે. આમ કરવાથી, કોષો શરીરના ભાગોને અસર કરી શકતા નથી.
  • બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરીને પણ બ્લડ કેન્સરથી બચી શકાય છે. ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન દર્દીના શરીરમાં અન્ય વ્યક્તિના કોષો નાખવામાં આવે છે.
Tags :
Advertisement

.