વસ્ત્રાલથી રામોલ રોડનું કામ અનેક મહિનાઓથી અધુરુ, વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે કપચીવાળો રસ્તો
અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલથી રામોલ તરફ જતા લોકો માટે અહીંનો રોડ માથાનો દુખાવો સમાન બની ગયો છે. જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈને તે ખૂબ જ ભયજનક છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષોથી બિસ્માર રોડ ને કારણે લોકો પરેશાન હોવાનું જણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કેટલાક મહિનાઓ પહેલા તંત્રએ રોડનું કામ શરૂ કર્યું હતું જો કે કપચી નાખ્યા બાદ ડામર નાખવાનું તંત્ર જાણે કે ભૂલી ગયું હોય ત
અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલથી રામોલ તરફ જતા લોકો માટે અહીંનો રોડ માથાનો દુખાવો સમાન બની ગયો છે. જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈને તે ખૂબ જ ભયજનક છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષોથી બિસ્માર રોડ ને કારણે લોકો પરેશાન હોવાનું જણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કેટલાક મહિનાઓ પહેલા તંત્રએ રોડનું કામ શરૂ કર્યું હતું જો કે કપચી નાખ્યા બાદ ડામર નાખવાનું તંત્ર જાણે કે ભૂલી ગયું હોય તેવું લાગે છે. મહિનાઓથી માત્ર કપચી વાળા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ની હાલાકી વધી છે. વાહન ચાલકો જણાવી રહ્યા છે કે આ ડિસ્કો રોડને કારણે વાહન અને પોતાના શરીરને મોટું નુકસાન થઈ રહ્યું છે તો માત્ર કપચી વાળા, ઉબડખાબડ અને સ્ટ્રીટ લાઈટ વગરના રોડ પરથી પસાર થવું ભયજનક બની ગયું છે.
લોકો પટકાય છે, કમરના દુખાવા અને પેંચોટી ખસી જવી જેવી પરેશાનીઓ ઉભી થાય છે
આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સાથે ગુજરાત ફર્સ્ટ ની ટીમે વાતચીત કરી હતી. વાહનચાલક વિનયસિંગે જણાવ્યું હતું કે આ રોડ છેલ્લા કેટલાક મહિનાઓથી બનાવવાની કામગીરી ચાલતી હતી પરંતુ ઘણા સમયથી કામગીરી અટકી ગઈ. અને પછી કોઈ કામ થયું જ નથી પરંતુ અમારા વ્હીકલ તો અમારે અહીંથી જ ચલાવવા પડે છે. આ મુખ્ય રસ્તો અને શોર્ટકટ રસ્તો હોવાથી લોકો આ રસ્તાનો વિશેષ ઉપયોગ કરે છે પરંતુ આ રોડ ક્યારેક લોકો માટે મોટી આફત પણ બની શકે તેવો ભય સતાવી રહ્યો છે. અન્ય એક સ્થાનિક કિરણ મુંધવા જણાવે છે કે વર્ષોથી આ રોડની હાલત ખૂબ કફોડી છે વર્ષ પહેલાં રોડ બનાવવાનું શરૂ કર્યું પરંતુ કામ અધૂરું મૂકી અને ત્યારબાદ ફરી કામ શરૂ થયું જ નથી પરિણામે અમારા વાહનો રોજે રોજ આમાં પછડાય છે ડેમેજ થાય છે. તો સ્થાનિક વાહન ચાલક એવા સૂર્યપ્રકાશ તિવારી પણ જણાવે છે કે આ રોડના ખસ્તે હાલને કારણે અમારા વ્હીકલ તો ડેમેજ થાય જ છે સાથે સાથે અમારા શરીરના હાડકા પણ ડેમેજ થઈ રહ્યા છે કેટલાય લોકોના અહીં અકસ્માત પણ થાય છે. સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાને કારણે લોકો પટકાય છે. કમરના દુખાવા અને પેંચોટી ખસી જવી જેવી પરેશાનીઓ ઉભી થાય છે. પરંતુ તંત્ર આ રોડ ઉપર કોઈ ધ્યાન આપી રહ્યું નથી.
માત્ર કપચી નાખી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા
સ્થાનિકો નું કહેવું છે કે અવારનવાર કરેલી રજૂઆત કોઈ કામ આવી નથી અને આ રોડ ઉપર ફોર અને ફાઈવ બીએચકે લક્ઝુરિયસ બંગલો બન્યા છે પરંતુ રોડ હજુ સુધી બની શક્યો નથી. તે ખૂબ જ દુઃખદ બાબત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.. સ્થાનિકોનું કહેવું હતું કે રોડ નહતો બન્યો ત્યારે અમે ફરિયાદ કરતા હતા કે અહીં રોડ બને. પરંતુ રોડ બનવાની શરૂઆત થઈ તો માત્ર કપચી નાખી અને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા ત્યારે આ કપચી ઉપરથી પસાર થવું ખૂબ જ ભયજનક બની ગયું છે. શરૂ થયેલો રોડ પણ મહિનાઓથી બન્યા વગર પડી રહ્યો છે તે કોર્પોરેશન માટે પણ ખૂબ જ શરમજનક બાબત છે. અને આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી બને છે.. કારણકે પ્રજાના ટેક્સના રૂપિયે બનતા રોડ પ્રજા માટે જ ભયજનક બની રહે છે તે ઘણી મોટી બાબત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement