Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરી હતી. ટીમની સુકાની મિતાલી રાજે મેદાન પર પગ મૂકતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મિતાલી સૌથી વધુ ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઇ છે. આ તેનો છઠ્ઠો વર્લ્ડ કપ છે. આ સાથે મિતાલીએ સચિન તેંડુલકર (ભારત માટે સૌથી વધુ વર્લ્ડ કપ)ની પણ બરાબરી કરી લીધી છે.ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રા
મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડ્યો
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરી હતી. ટીમની સુકાની મિતાલી રાજે મેદાન પર પગ મૂકતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. મિતાલી સૌથી વધુ ICC વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઇ છે. આ તેનો છઠ્ઠો વર્લ્ડ કપ છે. આ સાથે મિતાલીએ સચિન તેંડુલકર (ભારત માટે સૌથી વધુ વર્લ્ડ કપ)ની પણ બરાબરી કરી લીધી છે.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે રવિવારે મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. મિતાલી રાજ આ વર્લ્ડ કપની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવા મેદાનમાં ઉતરી હતી. આ સાથે તે છ વર્લ્ડ કપ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. મિતાલી રાજે વર્ષ 2000માં પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ પછી તે 2005, 2009, 2013 અને હવે 2022 ના મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. તેણે આ મામલે ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર ડેબી હોકલી અને ચાર્લોટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે. સાથે જ તેની સાથી ખેલાડી ઝુલન ગોસ્વામી આ મામલે બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં કુલ પાંચ વર્લ્ડ કપ રમ્યા છે. જો આપણે છ વર્લ્ડ કપ રમવાની વાત કરીએ તો મિતાલી રાજ પહેલા માત્ર સચિન તેંડુલકરે જ આ કારનામો કરી બતાવ્યું હતું. સચિને તેની કારકિર્દીમાં 1992, 1996, 1999, 2003, 2007 અને 2011 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. એકંદરે, વિશ્વ ક્રિકેટમાં માત્ર ત્રણ ખેલાડીઓ જ છ વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડ ધરાવે છે. પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે પણ આ કારનામો કર્યો છે.
જો મિતાલી રાજની વાત કરીએ તો તેણે વર્લ્ડ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારત માટે 1000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર તે એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે. આ સિવાય મિતાલીએ ODI ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવ્યા છે. મિતાલી રાજ પહેલા ઈંગ્લેન્ડની મહિલા ખેલાડી ચાર્લોટ એડવર્ડ્સે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10000 રન બનાવ્યા હતા. મિતાલી રાજની કપ્તાનીમાં ભારતીય ટીમ ODI વર્લ્ડ કપમાં બે વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેને જીતવાની તક મળી ન હતી.
Advertisement
Tags :
Advertisement

.