Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખિલખિલાટ એમ્બ્યુલન્સ માટે જોઈએ છે મહિલા ડ્રાઈવરો! જાણો કંઈ રીતે કરશો એપ્લાય

રાજ્યમાં સગર્ભા મહિલાઓ માટે ચાલતી ખિલખિલાટ એમ્બ્યુલન્સ માટે હવે મહિલા ડ્રાઈવરો અરજી કરી શકશે. ગુજરાત રાજ્યમાં એક ખાસ પ્રકારની એમ્બ્યુલન્સને આપવામાં આવેલું નામ છે.ખિલખિલાટ એમ્બ્યુલન્સ ખાસ કરીને માતા અને નવજાત બાળકને  તેમના ઘરે વિનામૂલ્યે પહોંચાડવા માટે કાર્યરતછે.ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં સપ્ટેમ્બર 2012માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ
11:09 AM Jul 30, 2022 IST | Vipul Pandya

રાજ્યમાં સગર્ભા મહિલાઓ માટે ચાલતી ખિલખિલાટ એમ્બ્યુલન્સ માટે હવે
મહિલા ડ્રાઈવરો અરજી કરી શકશે. ગુજરાત રાજ્યમાં એક ખાસ પ્રકારની એમ્બ્યુલન્સને
આપવામાં આવેલું નામ છે.ખિલખિલાટ એમ્બ્યુલન્સ
ખાસ કરીને માતા અને નવજાત બાળકને  તેમના ઘરે વિનામૂલ્યે
પહોંચાડવા માટે કાર્યરતછે.ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં સપ્ટેમ્બર
2012માં રાજ્યના તત્કાલિન
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ GVK EMRI, એક બિન-લાભકારી સંસ્થાના
સહયોગથી શરૂ કરવામાં આવ્યો હતો.
ખિલખિલાટ એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે જિલ્લામાં કે રાજ્યમાં અન્ય
કોઈ પણ જિલ્લામાંજ્યારથી માતા ગર્ભ અવસ્થા ધારણ કરે ત્યારથી લઈને ડિલિવરી સુધી
, અને ડિલિવરી બાદ ના 42 દિવસ સુધી માતાને અને
તેનુંબાળકએક વર્ષનું થાય ત્યાં સુધી મફતઘરેથી હોસ્પિટલ લાવવા લઈ જવાની સેવા પૂરી
પાડે છે.


ગુજરાત રાજ્યમાં 500 જેટલી ખિલખિલાટ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે તેમાં ખાસ કરીને વડોદરા
શહેરમાં
43 જેટલી ખિલખિલાટ એમ્બ્યુલન્સ અવિરત પણે કાર્યરત છે. એક વખત ગર્ભવતી
મહિલાનીહોસ્પિટલમાં નોંધણી થાય એટલે સામેથી જ હોસ્પિટલ દ્વારા સગર્ભા માતાને
જાણકારી આપી દેવામાં આવતી હોય છે કે તેઓને જ્યારે પણ હોસ્પિટલ આવવું હોય ત્યારે
108માં કોલ કરી જાણ કરવાની
હોય છે ને તેઓને તેમનાસ્થળ પરથી લઈ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે.
ખિલખિલાટ એમ્બ્યુલન્સની કાર્ય પ્રણાલી અને સેવા અંગે એક મહિલા દ્વારા
જણાવવામાં આવ્યું કે તેઓંમાટેખિલખિલાટ એમ્બ્યુલન્સ ખૂબ જ
ઉપયોગી સાબિત થઈ છે.તેઓને જ્યારે-જ્યારે જરૂર પડી છે ત્યારે
ત્યારેખિલખિલાટ એમ્બ્યુલન્સ તેઓના દ્વાર પર આવીને ઉભી રહી છે.જેનાથી એ ખબર પડે છે
કે જરૂરિયાત મંદ સગર્ભા મહિલાઓ માટેખિલખિલાટ એમ્બ્યુલન્સ કેટલી મહત્વની સાબિત થઈ
છે અને આગામી સમયમાં પણખિલખિલાટ એમ્બ્યુલન્સ લોકોની સેવા માટે આ જ પ્રકારે સેવા
આપતી રહેશે.


ખિલખિલાટ સેવા એ ખાસ મહિલાઓ માટે છે જેથી કરીને વાહન ચાલક માટે ખાસ
મહિલા ડ્રાઇવરની જરૂર છે. જે મહિલાઓને સારી રીતે વાહન ચલાવતા આવડતું હોય તે મહિલાઓ
ખિલખિલાટ એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે અરજી કરી શકે છે. આ બહેનો માટેની જે સેવા છે
,જેથી કરી ડ્રાઈવરની
નોકરી માટે
25 થી 35 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ આ પોસ્ટ માટે અરજી કરી શકશે.GVK EMRI હેડ ઓફિસ ખાતે મહિલાઓને
ટ્રેનિંગ આપ્યા બાદ સંસ્થા સાથે જોડી દેવામાં આવતા હોય છે.જે મહિલા આ અંગે વધુ
વિગત મેળવવા માંગતી હોય તે નીચે આપેલ નંબર અને વેબસાઈટ પર જઈ મેળવી શકે છે અને
અરજી કરી શકે છે.

Tags :
applyGujaratGujaratFirstKhilkhilaambulanceVadodaraWomendrivers
Next Article