Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મહિલાએ ઉતાર્યા કપડાં, જાણો શું થયું પછી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની. કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ યુક્રેનમાં થઈ રહેલા દુષ્કર્મ વિરુદ્ધ સંદેશ આપવા માટે પોતાના કપડા ઉતાર્યા હતા. જ્યોર્જ મિલરની ફિલ્મ 'થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લોંગિંગ'ના પ્રીમિયર દરમિયાન બનેલી આ ઘટનાએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજર દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ ઘટનાનો પર્દાફાશ કરનાર મહિલાના શરીર પર યુક્રેનિà
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મહિલાએ ઉતાર્યા કપડાં  જાણો શું થયું પછી
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની. કાર્યક્રમ દરમિયાન એક મહિલાએ યુક્રેનમાં થઈ રહેલા દુષ્કર્મ વિરુદ્ધ સંદેશ આપવા માટે પોતાના કપડા ઉતાર્યા હતા. જ્યોર્જ મિલરની ફિલ્મ 'થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લોંગિંગ'ના પ્રીમિયર દરમિયાન બનેલી આ ઘટનાએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજર દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ ઘટનાનો પર્દાફાશ કરનાર મહિલાના શરીર પર યુક્રેનિયન ધ્વજના બ્લુ અને પીળા કલરની બાજુમાં 'સ્ટોપ રેપિંગ અસ' લખવામાં આવ્યું હતું. આ સિવાય મહિલાના પગ પર પણ લાલ રંગ લગાવવામાં આવ્યો હતો. યુક્રેનમાં થઈ રહેલા દુષ્કર્મનો પર્દાફાશ કરવા માટે મહિલા આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. મહિલાએ 'અમારા પર દુષ્કર્મ ન કરો!' તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા.
આ ઘટના પછી તરત જ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ગાર્ડ  એક્શનમાં આવ્યા અને તેમના કોટની મદદથી મહિલાના શરીરને ઢાંકી દીધું. પરંતુ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન સંકટ પરથી પડદો ઉંચકાયો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકીએ કાન્સ 2022ના ઉદઘાટન પર સંદેશ આપ્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું, "આજે સિનેમા શાંત નથી તે સાબિત કરવા માટે અમને નવા (ચાર્લી) ચૅપ્લિનની જરૂર છે. 'યુક્રેનના રાષ્ટ્રપતિ 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ચાર્લી ચેપ્લિન દ્વારા બનાવવામાં આવેલ એડોલ્ફ હિટલરના વ્યંગનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશમાં થઈ રહેલા રેપ અંગે પણ વાત કરી હતી. તેણે વિડીયોમાં જણાવ્યું હતું કે ગયા મહિને તપાસકર્તાઓને રશિયન સૈનિકોના કબજા હેઠળના વિસ્તારોમાં 'સેંકડો દુષ્કર્મના કેસ' ના અહેવાલો મળ્યા હતા. યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી રશિયન સૈનિકોએ યુક્રેનિયન નાગરિકો પર દુષ્કર્મ આચર્યું હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.