Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઘર્ષણના બનાવમાં મહિલા પીએસઆઇની પોલીસમાં અરજી

અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ કેસમાં ઇજાગ્રસ્ત વકીલ મહિલા પીએસઆઇ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને તેમણે વકીલો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બીજી તરફ મેટ્રો કોર્ટમાં મેટ્રો કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય વકીલોએ આગાતોરા જામીન અરજી કરી છે. મામલાની વધુ સુનાવણી શુક્રવારે યોજ
11:29 AM Mar 10, 2022 IST | Vipul Pandya
અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ કેસમાં ઇજાગ્રસ્ત વકીલ મહિલા પીએસઆઇ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને તેમણે વકીલો સામે કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. બીજી તરફ મેટ્રો કોર્ટમાં મેટ્રો કોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય વકીલોએ આગાતોરા જામીન અરજી કરી છે. મામલાની વધુ સુનાવણી શુક્રવારે યોજાશે. 
ગત 5 માર્ચના રોજ મેટ્રો પરિસરમાં મહિલા એડવોકેટને રજૂ કરતી વખતે ઘર્ષણની પરીસ્થીતી સર્જાઇ હતી. બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ મહિલા એડવોકેટ સાથે  ગેરવર્તનનો આરોપ લગાવાયો હતો અને સાથે તેની પર ખોટી ફરિયાદ કરાઇ  હોવાનો પણ આરોપ લગાવાયો હતો. ફરિયાદ બાદ આ મહિલા એડવોકેટને મેટ્રો કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે  બાપુનગર પોલીસ  સ્ટેશનના પીએસઆઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલો સાથે વકીલોની ઝપાઝપી થઇ હતી. આ ઘટનામાં મહિલા પીએસઆઇને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમણે તેમની સાથે થયેલા વર્તનના મામલે 10 વકીલો વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
 
Tags :
advocatebabalGujaratFirstmetrocourtWomenPolice
Next Article