Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલોન મસ્કની ટ્વિટર ડીલમાંથી પીછેહઠ, ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી

એલોન મસ્ક ટ્વિટર ડીલમાંથી પીછેહઠ કરી રહ્યાં છે, કહેવાય છે કે કંપની નકલી એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. બીજીતરફ ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે એક મોટી જાહેરાત કરી છે. હવે તે ટ્વિટર ડીલમાંથી ખસી ગયો છે. એલોન મસ્ક પર ટ્વિટર પર કરાર તોડવાનો પણ આરોપ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે 25 એપ્રિલે ટ્વિટરને $54.20 બિલિયનમાં ખરીદ
એલોન મસ્કની ટ્વિટર ડીલમાંથી પીછેહઠ  ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી
એલોન મસ્ક ટ્વિટર ડીલમાંથી પીછેહઠ કરી રહ્યાં છે, કહેવાય છે કે કંપની નકલી એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. બીજીતરફ ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે એક મોટી જાહેરાત કરી છે. હવે તે ટ્વિટર ડીલમાંથી ખસી ગયો છે. એલોન મસ્ક પર ટ્વિટર પર કરાર તોડવાનો પણ આરોપ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે 25 એપ્રિલે ટ્વિટરને $54.20 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી, જોકે બાદમાં તે ઘટાડીને $44 બિલિયન કરવામાં આવી હતી. એલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટરે કરારની ઘણી જોગવાઈઓ તોડી છે, તેથી તે આ ડીલમાંથી ખસી રહ્યું છે. એલોન મસ્કે શુક્રવારે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનનો સોદો રદ કર્યો. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપની ફેક એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. તમને જણાવી દઈએ કે મસ્કએ એપ્રિલમાં પ્રતિ શેર $54.20ની ઓફર કરી હતી. 
એલોન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું,શ્રીમાન. મસ્કે આ મર્જરને રદ કરી રહ્યાં છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી છે અને મર્જર દરમિયાન તેના પર વિશ્વાસ કર્યો છે' 
ત્યારબાદ, હવે ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ મર્જરને પૂર્ણ કરવા સમંત છે અને તેને  તોડવા સંદર્ભે  કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે પણ એક ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'ટ્વિટરના બોર્ડે એલોન મસ્ક સાથે જે શરતો રાખી હતી તે અને કિંમતે જ આ ડીલ કરવા પ્રતિબદ્ધ છે. અમે આ વિલીનીકરણ કરારને પૂર્ણ કરવા માટે કાનૂની કાર્યવાહી પણ કરીશું. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે ડીલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં  અમારી જીત થશે' 
નોંધનીય છે કે એલોન મસ્કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્વિટર ડીલ રોકી રાખી હતી. મસ્કએ કહ્યું કે ટ્વિટરે પહેલા સાબિત કરવું પડશે કે આ પ્લેટફોર્મ પર બોટ્સનો હિસ્સો 5% કરતા ઓછો છે. કારણ કે ડીલ દરમિયાન ટ્વિટરે એલોન મસ્કને આવું જ ચિત્ર બતાવ્યું હતું . બીજ તરફ જો ઈલોન મસ્ક અને ટ્વિટરની ડીલ જ કોઇ પક્ષ દ્વારા રદ કરવામાં આવે તો  જે તે પક્ષે 1 અબજનો દંડ ભરવો પડશે. એટલે કે, જો એલોન મસ્ક આ ડીલ કેન્સલ કરે છે, તો તેણે ટ્વિટરને દંડ તરીકે 1 બિલિયન ડોલર ચૂકવવા પડશે. જો કે, જો તે ટ્વિટર પર લાગેલા આરોપને સાબિત કરવામાં સફળ થાય છે, તો કદાચ આ મામલો ઊંધો પડી શકે છે. આવી સ્થિતિમાં તેઓ ટ્વિટર સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.
એલોન મસ્કના વકીલોએ જણાવ્યું હતું કે ટ્વિટર અનેક વિનંતીઓ છતાં નકલી અથવા સ્પામ એકાઉન્ટ્સ વિશે માહિતી આપવામાં નિષ્ફળ ગયું છે. તેમણે જવાબ આપવાની ના પાડી છે.ફાઇલિંગમાં, એલોન મસ્કના વકીલે જણાવ્યું હતું કે ટ્વિટરને વારંવાર નકલી અને બોટ એકાઉન્ટ્સ વિશે માહિતી માટે પૂછવામાં આવ્યું હતું, પરંતુ કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો. ઈલોન મસ્કના વકીલે એમ પણ કહ્યું કે આ માહિતી બિઝનેસ પર્ફોર્મન્સ માટે મહત્વપૂર્ણ છે. 
ઈલોન મસ્કની આ જાહેરાત બાદ શુક્રવારે ટ્વિટરના શેરમાં 6% સુધીનો ઘટાડો થયો હતો. જો કે, પાછળથી તે 5% થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે, ટેસ્લાનો સ્ટોક 1% વધ્યો. તાજેતરમાં, ઇલોન મસ્કે ટ્વિટરના કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી. જોકે, વાતચીત બાદ પણ આ ડીલ અંગે કંઇ નક્કર સમાચારો સામે આવ્યાં ન હતા. 
એલોન મસ્કના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, "ટ્વિટર એ કરારની કેટલીક જોગવાઈઓનો ભંગ કરે છે. તેણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પ્રદાન કરી હોય તેવું લાગે છે જેણે એલોન મસ્કને સોદો આગળ વધારવા માટે પ્રેરિત કર્યો હતો."
ટ્વિટરના ચેરમેન બ્રેટ ટાયલોએ કહ્યું છે કે બોર્ડ મર્જર કરારને લાગુ કરવા માટે કાનૂની પગલાં લેવા વિચારી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.