Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક લાલ મખમલની પોટલી

ધ્રૂજતા હાથે સલમાએ કબાટમાંથી એક લાલ મખમલની પોટલી કાઢી. વર્ષોથી એણે આ જણસ સાચવીને રાખી હતી.સલમાને લાગ્યું; બે આંખો મખમલના કપડામાંથી એને તાકી રહી હતી. એની બાળપણની મિત્ર નેહાની...‘કાફિરો, કાશ્મીર છોડો‘ના નારા વચ્ચે નેહાની ક્ષતવિક્ષત લાશ પરથી એણે જ આ ઘરેણાં ઉતાર્યાં હતાં. નેહાની દીકરી સ્નેહાને પરત પહોંચાડવાના નિશ્ચય સાથે… પોતાના પતિને રોકવામાં નિષ્ફળ ગયાનો રંજ ફરી એકવાર સલમાને ઘેà
એક લાલ મખમલની પોટલી
ધ્રૂજતા હાથે સલમાએ કબાટમાંથી એક લાલ મખમલની પોટલી કાઢી. વર્ષોથી એણે આ જણસ સાચવીને રાખી હતી.
સલમાને લાગ્યું; બે આંખો મખમલના કપડામાંથી એને તાકી રહી હતી. એની બાળપણની મિત્ર નેહાની...
‘કાફિરો, કાશ્મીર છોડો‘ના નારા વચ્ચે નેહાની ક્ષતવિક્ષત લાશ પરથી એણે જ આ ઘરેણાં ઉતાર્યાં હતાં. નેહાની દીકરી સ્નેહાને પરત પહોંચાડવાના નિશ્ચય સાથે… 
પોતાના પતિને રોકવામાં નિષ્ફળ ગયાનો રંજ ફરી એકવાર સલમાને ઘેરી વળ્યો. પોટલી દીકરા સમીરના હાથમાં આપતાં સલમાએ કહ્યું; "જા, અબ્બુનું ઓપરેશન કરાવી લે."
Advertisement
Tags :
Advertisement

.