Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉનાળાનો પ્રારંભ થતાં જ વલસાડના કપરાડા તાલુકામાં પાણીનો પોકાર

રાજયના વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની ઓળખ રાજ્યના ચેરાપુંજી તરીકે થાય છે. જો કે ઉનાળાની શરૂઆતથી જ  કપરાડાના તાલુકામાં પાણીની સમસ્યા સર્જાઇ છે.આઝાદીના આટલા વર્ષો પછી હજુ પણ કપરાડા તાલુકાના અનેક ગામો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. કપરાડા તાલુકામાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે, છતાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા આ વિસ્તારને ઉનાળામાં પાણીની હાલાકી
ઉનાળાનો પ્રારંભ થતાં જ વલસાડના કપરાડા તાલુકામાં પાણીનો પોકાર
રાજયના વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની ઓળખ રાજ્યના ચેરાપુંજી તરીકે થાય છે. જો કે ઉનાળાની શરૂઆતથી જ  કપરાડાના તાલુકામાં પાણીની સમસ્યા સર્જાઇ છે.આઝાદીના આટલા વર્ષો પછી હજુ પણ કપરાડા તાલુકાના અનેક ગામો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. કપરાડા તાલુકામાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે, છતાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા આ વિસ્તારને ઉનાળામાં પાણીની હાલાકીનો સામનો કરવો પડે છે. 
મહિલાઓને પાણી મેળવવા દુર જવું પડે છે
કપરાડા તાલુકામાં મહિલાઓએ વહેલી સવારે ઊઠીને ફળિયાથી દૂર જંગલ અને પહાડી વિસ્તારમાં 1 કિલોમીટર દૂર જવું પડે છે.હાલ કૂવામાં પાણીના તળ પણ નીચે વહી ગયા છે.આથી કૂવામાંથી પાણી મેળવવા માટે મહિલાઓ અને લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને કૂવામાં ઉતરી પડે છે. કૂવાના તળિયે ઉતર્યા બાદ વાટકે વાટકે ડબલામાં પાણીને ભરી અને કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે..આથી વર્ષોથી આ સમસ્યાના સમાધાન માટે હવે વહેલી તકે  સરકાર પીવાના પાણીની સુવિધા ઉભી કરે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.
 કુવામાં પાણી મેળવવા ઉતરવું પડે છે 
જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા તાલુકાના છેવાડે આવેલા ઘોટવળ  ગામના મૂળ ફળિયાના લોકો  પણ પીવાના પાણીની સમસ્યાથી  પીડાઇ રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે આ મૂળ ફળિયામાં ગામના એક હજારથી વધુ લોકો રહે છે, છતાં આ પહાડી વિસ્તારમાં આ ફળિયાના લોકો માટે પીવાના પાણી નો એક માત્ર સ્ત્રોત એક હેન્ડપંપ અને એક કૂવો છે.પીવાના પાણી માટે લોકો કૂવા અને હેન્ડ પંપ પર નિર્ભર રહે છે. જોકે ઉનાળામાં એમાં પણ પાણીના તળ નીચે જતા રહે છે આથી નજીવું પાણી જ મળે છે , પરિણામે મહિલાઓએ વહેલી સવારે ઊઠીને આ ફળિયાથી દુર જંગલ અને પહાડી વિસ્તારમાં એક કિલોમીટર દૂર જવું પડે છે.અત્યારે  કૂવામાં પાણીના તળ પણ નીચે વહી ગયા છે, આથી કૂવામાંથી પાણી મેળવવા માટે મહિલાઓ અને લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મુકી અને કૂવામાં ઉતરવું પડે છે. કૂવાના તળિયે  ઉતર્યા બાદ વાટકે વાટકે ડબલામાં  પાણીને ભરી અને કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે. આથી વર્ષોથી આ સમસ્યા ના  સમાધાન માટે હવે વહેલી તકે  સરકાર  પીવાના પાણી ની સુવિધા ઉભી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
પાણી પુરવઠા મંત્રીનો જ વિસ્તાર છતાં સમસ્યા 
કપરાડા તાલુકો રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો  મતવિસ્તાર છે.આ વિસ્તારની પાણીની સમસ્યા અંગે તેઓએ પણ અનેક વખત અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી જોકે હવે તેઓ પાણી પુરવઠા મંત્રી છે આથી આ વિસ્તારની પાણી ની સમસ્યાને તેઓ પોતે પણ સ્વીકારે છે સાથે આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યાના સમાધાન માટે આકાર લઇ રહેલી અસ્ટોલ પાણી પુરવઠા યોજના પૂરી થયા બાદ આ સમસ્યા નો અંત આવશે તેમ પાણી પુરવઠા મંત્રી જણાવી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.