Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ આપી સોનિયા ગાંધીએ સરકાર પર સાધ્યુ નિશાન, કહી આ વાત

કોંગ્રેસ અધ્યક્ષા (Congress President) સોનિયા ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર (Independence Day) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમજ આઝાદીના 75 વર્ષમાં દેશે મેળવેલી અનેક ઉપલબ્ધીઓ વર્ણવી હતી. આ સાથે જ તેમણે હાલની સરકાર પર નિશાન તાક્યું હતું.સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આપણે વિતેલા 75 વર્ષમાં અનેક ઉપલબ્ધીઓ મેળવી પરંતુ આજની 'આત્મમુગ્ધ' સરકાર આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના મહાન બલિદાનો અને દેશની ગ
દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ આપી સોનિયા ગાંધીએ સરકાર પર સાધ્યુ નિશાન  કહી આ વાત
કોંગ્રેસ અધ્યક્ષા (Congress President) સોનિયા ગાંધીએ સ્વતંત્રતા દિવસ પર (Independence Day) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમજ આઝાદીના 75 વર્ષમાં દેશે મેળવેલી અનેક ઉપલબ્ધીઓ વર્ણવી હતી. આ સાથે જ તેમણે હાલની સરકાર પર નિશાન તાક્યું હતું.
સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આપણે વિતેલા 75 વર્ષમાં અનેક ઉપલબ્ધીઓ મેળવી પરંતુ આજની 'આત્મમુગ્ધ' સરકાર આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના મહાન બલિદાનો અને દેશની ગૌરવશાળી ઉપલબ્ધીઓને તુચ્છ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ક્યારેય સ્વીકારવામાં નહી આવે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાજકિય લાભો ખાટવા માટે ઈતિહાસ સાથે ચેડાં તથા ગાંધી-નહેરૂ-પટેલ-આઝાદજી જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓને અસત્યતાના આધાર પર કઠેડામાં ઊભા કરી દેવાના દરેક પ્રયાસનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પુરજોશમાં વિરોધ કરશે.
સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર તમને સૌને ખુબ-ખુબ શુભકામનાઓ. છેલ્લા 75 વર્ષમાં ભારતે પ્રતિભાશાળી દેશવાસીએ સખત મહેનતના જોરે વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નોલોજી સહિત દરેક ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક અમીટ છાપ છોડી છે.
તેમણે કહ્યું, ભારતે પોતાના દુરદર્શી નેતાઓના નેતૃત્વમાં એક તરફ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી વ્યવસ્થા સ્થાપિત કરી જ્યારે પ્રજાતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓને મજબુત બનાવી. આ સાથે જ ભારતે ભાષા-ધર્મ-સંપ્રદાયની કસોટીઓમાં હંમેશા ખરા ઉતરી અગ્રણી દેશ તરીકે ગૌરવપૂર્ણ ઓળખ બનાવી છે.
Advertisement
Tags :
Advertisement

.