ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોહિત અને વિરાટ માટે આ વર્લ્ડ કપ અંતિમ રહેશે? જાણો શું કીધું શોએબ અખ્તરે

IPL 2022નો અંત આવી ગયો છે અને હવે ટીમ ઈન્ડિયા તેના નવા સફર માટે પૂરી રીતે તૈયાર થઇ ગઇ છે. જોકે, IPL 2022માં ઘણી એવી ભૂલો પણ સામે આવી છે કે જેને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ દૂર કરવાની જરૂર રહેશે. વળી આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે એક ભવિષ્યવાણી કરી છે. જીહા, પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરનું માનવું છે કે, ભારતના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન
06:39 AM Jun 04, 2022 IST | Vipul Pandya
IPL 2022નો અંત આવી ગયો છે અને હવે ટીમ ઈન્ડિયા તેના નવા સફર માટે પૂરી રીતે તૈયાર થઇ ગઇ છે. જોકે, IPL 2022માં ઘણી એવી ભૂલો પણ સામે આવી છે કે જેને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ દૂર કરવાની જરૂર રહેશે. વળી આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે એક ભવિષ્યવાણી કરી છે. 
જીહા, પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરનું માનવું છે કે, ભારતના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર T20 વર્લ્ડ કપ 2022માં ઘણું દબાણ રહેશે. આ બંને દિગ્ગજ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે, આ બંને ખેલાડીઓ પહેલા પણ પોતાને સાબિત કરી ચુક્યા છે અને આગામી દિવસોમાં તેઓ ફરી પોતાના ફોર્મમાં આવવાનો પૂરો પ્રયત્ન કરશે. થોડા દિવસો પહેલા IPL 2022 ટૂર્નામેન્ટ પૂર્ણ થઇ જેમા ગુજરાત ટાઈટન્સે જીત મેળવી ટાઇટલ પર કબ્જો કર્યો હતો. આ IPLમાં આ બંને દિગ્ગજો બેટિંગમાં સારુ પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા હતા. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 22.73 ની સરેરાશથી 341 રન બનાવ્યા હતા, જેમા બે અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ રોહિત શર્માની બેટિંગને પણ જાણે ગ્રહણ લાગી ગયુ હોય તેવું જોવા મળ્યું હતું ટીમ ઈન્ડિયાના કેપ્ટને આ ટૂર્નામેન્ટમાં માત્ર 19.14ની મામૂલી એવરેજથી 268 ન જ બનાવ્યા હતા. 
વળી, આ ટૂર્નામેન્ટમાં પોઈન્ટ ટેબલમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અંતિમ ક્રમે હતી. એક મેચ જીતવા માટે આ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયાન્સના ફેન માટે આ એક ખરાબ સપનાથી ઓછું નહોતું. 15 સીઝનમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ રેન્કિંગમાં છેલ્લા સ્થાને રહી હતી. બંને સ્ટાર ખેલાડીઓના આટલા ખરાબ પ્રદર્શનને જોતા જ શોએબ અખ્તરે કહ્યું કે, હવે જોવાનું રહેશે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે આ અંતિમ IPL અથવા વર્લ્ડ કપ છે. બંને પર ફોર્મ જાળવી રાખવાનું દબાણ રહેશે. કારકિર્દીના પછીના તબક્કામાં, દબાણ સતત વધતું જાય છે. જેમ કે સચિન તેંડુલકરને સદી ન ફટકારવાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, હરભજન સિંહનું માનવું છે કે રોહિત-વિરાટ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T-20 વર્લ્ડ કપમાં પોતાની છાપ છોડશે. તેમના વિશે વાત કરતા હરભજન સિંહે કહ્યું કે, 'તેમની IPL સીઝન સારી રહી ન હતી. તે ટીમને આગામી ટી20 વર્લ્ડ કપ અપાવવાની આશા રાખશે.  
આ પણ વાંચો - એક ટ્વિટે હંગામો મચાવી દીધો, IPLની આગામી સિઝનમાં સુરેશ રૈના ફરી રહ્યો છે પરત ?
Tags :
BatsmanCricketcricketerGujaratFirstIPLIPL15IPL2022OutofFormRohitSharmaSHOAIBAKHTARSportsViratKohliWorldCupworldcup2022
Next Article