Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં પણ હવે સર્જાઈ કાચા તેલની અછત, રશિયા પરના પ્રતિબંધો પોતાને જ કરશે નુકસાન ?

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને હાલ અમેરિકામાં ભારે તંગી સર્જાઈ છે. જેના પગલે સરકારની મુશ્કેલી વધી છે. જો બાયડન વહીવટીતંત્રે દેશની ઇંધણની અછતને પહોંચી વળવા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ (SPR) માંથી ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાનો નિર્ણય લીધા બાદ યુ.એસ.માં કટોકટીના ઉપયોગ માટે સંગ્રહિત ક્રૂડનો જથ્થો ઘટીને 35 વર્ષની નીચ
અમેરિકામાં પણ હવે સર્જાઈ કાચા તેલની અછત  રશિયા પરના પ્રતિબંધો
પોતાને જ કરશે નુકસાન

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ
રહી છે. તેમાં પણ ખાસ કરીને હાલ અમેરિકામાં ભારે તંગી સર્જાઈ છે. જેના પગલે
સરકારની મુશ્કેલી વધી છે.
જો બાયડન વહીવટીતંત્રે દેશની ઇંધણની અછતને પહોંચી વળવા સ્ટ્રેટેજિક
પેટ્રોલિયમ રિઝર્વ્સ (
SPR)
માંથી ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાનો નિર્ણય
લીધા બાદ યુ.એસ.માં કટોકટીના ઉપયોગ માટે સંગ્રહિત ક્રૂડનો જથ્થો ઘટીને
35 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાસેથી મળેલા ડેટામાં આ વાત સામે આવી છે. સંગ્રહિત
તેલ પર ઊર્જા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા મુજબ
13 મે સુધી આ સપ્તાહ દરમિયાન SPRમાં કાચા તેલની માત્રામાં 5 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. જે હવે ઘટીને 538 મિલિયન બેરલ થઈ ગયો છે. તે દર્શાવે છે કે કટોકટીના ઉપયોગ માટે
યુએસ ક્રૂડ અનામત
1987 પછી તેમના સૌથી નીચા સ્તરે છે.

Advertisement


ઉલ્લેખનિય છે કે આ
સપ્તાહ દરમિયાન
13 મે સુધી સંગ્રહમાંથી કાઢવામાં આવેલા 50 લાખ બેરલમાંથી લગભગ 3.9 મિલિયન બેરલ લો લેવલનું ક્રૂડ ઓઈલ
હતું જ્યારે બાકીના
11 લાખ બેરલ હાઈ લેવલનું ક્રૂડ ઓઈલ
હતું. નીચા ગ્રેડનું ક્રૂડ ઓઈલ એ મધ્યમ ગ્રેડનું તેલ છે જેમાં સલ્ફરનું પ્રમાણ વધુ
હોય છે અને તે ઉચ્ચ ગ્રેડના ક્રૂડ તેલ કરતાં વધુ ચીકણું હોય છે. સામાન્ય રીતે ટ્રક
, બસ અને ટ્રેન તેમજ જેટના સંચાલન માટે નીચા સ્તરના ક્રૂડ ઓઈલની જરૂર
પડે છે. બીજી બાજુ
ઉચ્ચ સ્તરના ક્રૂડ તેલમાં સલ્ફરનું
પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ગેસોલિન બનાવવા માટે થાય છે. જેને
યુએસની બહાર ગેસોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement


યુક્રેનમાં રશિયાના
વિશેષ સૈન્ય ઓપરેશનને કારણે મોટાભાગના પશ્ચિમી દેશો દ્વારા મોસ્કો પર લાદવામાં
આવેલા પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. વધુમાં
કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ઘણી રિફાઇનરીઓ બંધ થવાથી યુએસ
રિફાઇનિંગ ક્ષમતામાં પણ ઘટાડો થયો છે.
જે સમસ્યામાં વધારો કરે છે. આ ઇંધણની અછતનો સામનો કરવા માટે બાયડન વહીવટીતંત્રે નવેમ્બરથી કેટલાક તબક્કામાં SPRમાંથી તેલ છોડવાનું ચાલુ રાખ્યું. ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના
દરમિયાન સ્થાનિક રિફાઈનરોની ક્રૂડ ઓઈલની માંગને પહોંચી વળવા માટે વહીવટીતંત્રે દર
અઠવાડિયે
SPRમાંથી સરેરાશ 3 મિલિયન બેરલ તેલ કાઢ્યું હતું. એસપીઆરમાંથી બાયડન વહીવટીતંત્રની સૌથી
મોટી રિલીઝ આ મહિને હશે.
જ્યારે તે
અનામતમાંથી
180 દિવસના સમયગાળામાં કુલ 180 મિલિયન બેરલ અથવા દરરોજ એક મિલિયન બેરલ ક્રૂડ છોડશે.

Advertisement

Tags :
Advertisement

.